________________
મારી પયગંબર સાથેની મુલાકાત
દક્ષિણ તરફ હતું અને એની અંદરના ભાગમાં સવારને તાજો સૂર્યપ્રકાશ પાડતો હતો. આજુબાજુ નજર નાખતાં ખેતરેને હારબંધ વિસ્તાર, પૂર્વીય ક્ષિતિજની સીમાને નકકી કરનારી ટેકરીઓ અને નીચે ખીણમાં વૃક્ષોથી ઢંકાયેલા ગામડાનું દર્શન કરી શકાયું. એ પારસી સંતપુરુષ પ્રકૃતિના મહાન પ્રેમી હતા એમાં શંકા નહિ કારણ કે એમનો આશ્રમ એમણે એકાંત શાંત પ્રદેશમાં સ્થાપિત કરેલ. મુંબાઈના કોલાહલવાળા જીવનને જોયા પછી એ શાંત જીવનને અનુભવ મારે માટે ખરેખર આનંદદાયક થઈ પડ્યો.
સંતરીની પેઠે ચોકી કરનારા બે માણસો ગુફાના પ્રવેશદ્વારની પાસે ઊભા રહેલા. અમને જોઈને તે પોતાના ગુરુની મંજૂરી મેળવવા માટે અંદર ગયા. “સિગારેટ ફેકી દો કારણ કે બાબાને ધુમ્રપાન પસંદ નથી પડતું. મને લઈ જનારાઓમાંના એકે એવી સૂચના કરી, એટલે મેં સિગારેટ ફેંકી દીધી. એકાદ પળમાં તો મને એ કહેવાતા નવીન પયગંબરને સન્માનનીય સાન્નિધ્યમાં લઈ જવામાં આવ્યો.
એ ગુફાના દૂરના ખૂણામાં બેઠા હતા. આખીયે ગુફામાં સુંદર કારીગીરીવાળા ઈરાની કામળો પાથરવામાં આવ્યો હતો. મારી કલ્પના કરતાં એમનું વ્યકિતત્વ જરા જુદી જ જાતનું નીકળ્યું. એમની આંખ મારા ઉંડાણમાં ઊતરનારી ના લાગી, એમના મુખ પરના ભાવે એટલા બધા બળવાન ના દેખાયા, અને જેકે એમની આજુબાજુના વાતાવરણમાં મને કશુંક ત્યાગમય, અલૌકિક અને સરળ લાગ્યું તે પણ એવા કોઈ ઉત્તેજક તત્ત્વને અનુભવ ના થઈ શક્યો જેવો અનુભવ લાખો લેકેની પ્રેમભક્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યના સાન્નિધ્યમાં થવાની આશા રાખી શકાય.
એમણે પહેરેલો લાંબે, વચ્છ, સફેદ ઝભ્ભો જૂના વખતના રાતે પહેરવાના અંગ્રેજી ખમીસ જેવો બેડોળ દેખાતો. એમનું માયાળ મીઠું મુખ એમની ગરદન સુધી પહોંચનારા સેપારી જેવા ભૂખરા. વાંકડિયા વાળથી ઢંકાયેલું હતું. એમના સુંવાળા રેશમ જેવા સ્ત્રીના