________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
થયું, કારણ કે મોગલ સતનતના શણગારસમા ચુસ્ત મતાવલંબી કર બાદશાહ ઔરંગઝેબે મરણ આવી પહોંચવાથી પિતાના તંબુમાં અહીં જ પિતાની દાઢી પર છેલ્લે હાથ ફેરવી લીધેલ.
સ્ટેશન પર યુદ્ધના જમાનાની એક જૂની પુરાણી ફોર્ડ મોટર અમારી રાહ જોતી ઊભેલી. મહેરબાબાના આશ્રમે એ લઈ જવાલાવવાનું કામ કર્યા કરતી. અમારે સપાટ પ્રદેશનું સાત માઈલનું અંતર કાપવાનું હતું. રસ્તાની એક બાજુ લીમડાનાં ઝાડની હાર હતી. અમે એક એવા ગામમાંથી પસાર થયા જેનાં ઘરની નજીકનાં બદામી રંગનાં છાપરાં ત્યાંના મંદિરના ખુલ્લા નાના શિખર સામે છવાયેલાં. એ પછી એક ઝરણું દેખાયું. એના તટ પર ગુલાબી તથા પીળા રંગનાં ફૂલો ઊગેલાં, અને એના કાદવવાળા પાણીમાં ભેંસ સુખપૂર્વક સૂતેલી.
છૂટાછવાયા વિસ્તારમાં છવાયેલી મહેરબાબાની વસતીમાં અમે આવી પહોંચ્યા. મેદાનમાં ત્રણ વિચિત્ર દેખાવનાં પથ્થરનાં મકાને હતાં. પાછળથી મને ખબર પડી કે તે લશ્કરને વિખેરી નાખેલા પડાવના અવશેષરૂપ હતાં. બાજુમાં ત્રણ સાફ લાકડાના બંગલા હતા. લગભગ પા માઈલ જેટલે દૂર આરાણગામ નામે નાનું ગામડું હતું. એ આખાય સ્થળને દેખાવ વેરાન જે અથવા અડધે ઉજજડ લાગતો. મારા પારસી સાથીઓએ મને જણાવ્યું કે એમને ગુરુનું આ તો કેવળ ગામડાનું આશ્રયસ્થાન છે, અને એમનું મુખ્ય કેન્દ્ર તે નાશિક પાસે છે. એમના આત્મીય શિષ્યોમાંના મોટા ભાગના શિષ્યો ત્યાં જ રહે છે ને મુલાકાતીઓને પણ ત્યાં જ મળવામાં આવે છે.
અમે પસાર થયા તે વખતે એક બંગલામાંથી થોડાક માણસો બહાર આવ્યા. એમની વચ્ચે એક અંગ્રેજને જોઈને એ બધા રાજી થયા. એમનામાંના કોઈ એાસરીમાં આંટા મારતા, કોઈ હસતા, તો કોઈ હાવભાવ કરતા. ખેતરને ઓળંગીને અમે એક વિચિત્ર દેખાતી કૃત્રિમ ગુફા પાસે આવી પહોંચ્યા. એ ગુફા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી હતી અને આશરે આઠ ફીટ ઊંડી હતી. એનું પ્રવેશદ્વાર