________________
મારી પયગંબર સાથેની મુલાકાત
તમને મળીને મને આનંદ થાય છે' એ પર પરાગત જેવા સ્વાગતશબ્દોથી મહેરબાબાએ મારા સત્કાર કર્યો. મને ખબર ન હતી, પરંતુ એમના નસીબમાં પશ્ચિમી આકાશમાં ખરતા તારાની પેઠે પળ વાર પ્રકાશવાનું અને યુરોપ તથા અમેરિકાના લાખા લેાકેાની જિજ્ઞાસા જગાડવાનું લખાયેલું હતું. વધુમાં, ખરતા તારાની પેઠે કાઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા વિના એમને પડવાનું હતું. એમની મુલાકાત લેનાર હું પહેલા પશ્ચિમી પત્રકાર હતા. એમના નિવાસસ્થાને હું એવે વખતે આવી પહેાંચ્યા કે જ્યારે એમની પ્રખ્યાતિ સ્થાનિક લેાકેા પૂરતી જ મર્યાદિત હતી.
એમના મુખ્ય શિષ્યામાંના એકની સાથે મારા સંબધ થયા અને થાડાક પત્રવ્યવહારને પરિણામે મને એ વાતની નવાઈ લાગી કે કેવી જાતના માનવે પેાતાની જાતને મનુષ્યજાતિના પેાતાની મેળે નક્કી કરેલા ઉલ્હારકામાંના એક તરીકે ચૂંટી કાઢી છે. ખે પારસી ભક્તો મને મુંબાઈમાં લેવા માટે આવ્યા. મુંબાઈ છેડતી વખતે એમણે મને સૂચના આપી કે એમના ગુરુંને ફૂલ તથા ફળની ભેટ આપવી આવશ્યક છે. એથી અમે બજારમાં ગયા અને એમણે મારાવતી ફળ ને ફૂલના મેાટા ટાપલા ખરીદ્યો.
રાતભરની મુસાફરી પછી બીજી સવારે અમારી ટ્રેન અહમદનગર આવી પહેાંચી. એક અતિહાસિક સ્થળના રૂપમાં મને એનું સ્મરણુ