________________
૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બેની પેઠે મેડમ બ્લેટસ્કી કઈ ગુપ્ત પ્રેતાત્માઓને વશ કરવાને દા નહેતી કરતી. એનું કહેવું એવું હતું કે એ રહસ્યમય લખાણ એની સોસાયટીને પ્રેરણા પૂરી પાડનારા અજ્ઞાત રૂપ છતાં પ્રત્યક્ષ રીતે રહેનારા તિબેટી ગુરુઓ દ્વારા તૈયાર કરાતાં. ઈજિપ્તના જાદુગરના પ્રયોગ કરતાં એ પ્રયોગની પાછળ રહેલી શક્તિ દેખીતી રીતે જ ઉત્તમ હતી. કારણ કે હજાર માઈલ દૂર તિબેટમાં રહીને એવાં લખાણ લખી શકતી. એ જમાનામાં એ રશિયન સન્નારીના સિદ્ધાંતોની પ્રામાણિકતા વિશે તથા એના તિબેટી ગુરુઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે વિશે ભારે વિવાદ જાગેલે. પરંતુ મારે એની સાથે સંબંધ નથી. આ જગતમાં હતી ત્યારે જ બીજા જગતની સાથે જે આત્મીયતાને એ અનુભવ કરતી તે જગતમાં એ તેજસ્વી નારી લાંબા વખતથી પહોંચી ગઈ છે. મારા પિતાના અનુભવની તથા મેં મારી સગી આંખે જોયેલી વસ્તુઓની મને ખબર હતી. એનું કશું સ્પષ્ટીકરણ હું ના કરી શક્યો, તોપણ પ્રયાગોની પાછળની પ્રામાણિકતાને સ્વીકાર તો મારે કરવો જ પડ્યો.
હા, મહમદ બે એક જાદુગર હતા, વીસમી સદીના મહાન જાદુગર. ભારતની ભૂમિ પર પગ મૂક્યા પછી તરત જ મને એમને મેળાપ થયો. એની પાછળ એનાથી વધારે વિચિત્ર મેળાપો અથવા શોધોને સંકેત જ સમાયેલો હતો. એણે આવશ્યક ભવિષ્યવાણીથી ભરેલ સંદેશે પૂરો પાડ્યો. રૂપકની રજૂઆત કરતાં કહું તો, ભારતના અનુભવભંડારની સૌથી પહેલી અનોખી સામગ્રીની મને પ્રાપ્તિ થઈ. મારી કોરીધાકેર નેટબુકના કાગળ પર સાચું કહું તે મેં સૌથી પહેલી નેંધ લખી નાખી,