________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બીજા દેશોની સરખામણીમાં ભારત પછાત રહી ગયું. હલકી જ્ઞાતિના તથા તરછોડાયેલા માણસોની ઉન્નતિ પ્રત્યે જ્યારે ધ્યાન આપવામાં આવશે ત્યારે જ ભારત દુનિયાના સૌથી મોટા પ્રભાવશાળી દેશમાં એક બની શકશે.'
“એના ભવિષ્યનું શું ?”
પિતાની અંદર ત્રુટિઓ હોવા છતાં, ભારત દુનિયાને સૌથી મેટે આધ્યાત્મિક દેશ છે. ભવિષ્યમાં તે બધા દેશોના નેતા પદે બિરાજશે. ધર્મના બધા સંસ્થાપકને જન્મ પૂર્વમાં થયો છે, અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે પણ સૌએ પૂર્વ તરફ જ જેવું રહેશે.”
પશ્ચિમના મેટા દેશના લેકે પૂર્વના નાના, નમ્ર, ઘઉંવર્ણી લકાને ચરણે બેઠા છે એવી કલ્પના કરવા માંગું છું. પરંતુ એમાં મને સફળતા નથી મળતી. મારી સામે બેઠેલા સફેદ ઝભ્ભાધારી પુરુષ જાણે કે મારી મુશ્કેલી સમજી ગયા અને કહેવા લાગ્યા :
ભારતની કહેવાતી ગુલામીને એની સાચી ગુલામી ના સમજી લેતા. એ ગુલામી તો બહારની અને એથી કામચલાઉ છે. બહારથી જોતાં રાષ્ટ્રની શક્તિ હણાઈ ગયેલી લાગે છે તો પણ રાષ્ટ્રને આત્મા તો અમર જ છે.”
એ ટૂંકું સ્પષ્ટીકરણ મળતાં મારી સમજશક્તિ કાંઈક શાંત થઈ. મેં પહેલાંની વાત પર આવવાનું ઠીક માન્યું.
“બીજાં કેટલાંક સાધનો દ્વારા તમારા સંદેશ વિશે પશ્ચિમમાં અમે ઘણું ઘણું સાંભળ્યું છે. તમારે કોઈ નવી વાત કહેવાની છે?”
શબ્દો દ્વારા જૂનાં આમિક સત્યને પડધે જ પાડી રહ્યો છું. પરંતુ મારી યોગશક્તિ સંસારમાં નવજીવનને સંચાર કરવાની છે.”
એ મુદ્દા પર મેં મનને સ્થિર કર્યું. ક્ષણ વાર બધે શાંતિ છવાઈ રહી. મેં વધારે કશું ના પૂછવું. માથું ફેરવીને મેં ગુફાની બહાર જોયું. દૂર દૂર શાંત ખેતરની પાછળ ટેકરીઓની હારમાળા ઊભી રહી છે. આકાશમાં તપતે નિર્દય સૂર્ય મનુષ્ય, પ્રાણી અને પૃથ્વીને એક