________________
४७६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આજુબાજુ સાચી મહાનતાનું વાતાવરણ જોવા મળતું તે પણ એ એવા જ સરળ અને નમ્ર રહેતા : પોતાના દેશવાસીઓની ચમત્કારપ્રિય પ્રકૃતિને પ્રભાવિત કરવા એ કોઈ દૈવી શક્તિઓ તેમ જ કેાઈ ગૂઢ રહસ્યમય જ્ઞાનનો દાવો નહતા કરતા ? અને એમની અંદર પોતાને માટેની કોઈ પણ જાતની હકદાવાની વૃત્તિને સર્વથા અભાવ હોવાથી, એમના જીવનકાળ દરમિયાન એમને સંત તરીકે પ્રખ્યાત કરવાના પ્રત્યેક પ્રયત્નને એ પ્રતીકાર કરતા.
મને લાગ્યું કે મહર્ષિ જેવા મહાપુરુષોની હાજરી આપણે બધા જે પ્રદેશમાં સહેલાઈથી ન પહોંચી શકીએ તે આધ્યાત્મિક પ્રદેશના અલૌકિક સંદેશને ઇતિહાસમાં જીવતો અને વહેતો રાખે છે. વધુમાં મને એવું પણ લાગ્યું કે આવા સંતપુરુષ આપણી પાસે કશુંક પ્રકટ કરવા આવે છે, આપણે સાથે કઈ દલીલ કરવા નથી આવતા, એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. ગમે તેમ પણ, એમનું વ્યક્તિગત વલણ અને એમની વ્યાવહારિક પદ્ધતિ તદ્દન વૈજ્ઞાનિક હોવાથી, એમના ઉપદેશોએ મને ખૂબ જ પ્રભાવિત કરી દીધો. એ એમની વચ્ચે કોઈ ચમત્કારિક શકિતને લાવતા નહાતા, તથા કોઈ જાતના ધાર્મિક અંધ વિશ્વાસની પણ માગણી કરતા નહોતા. મહર્ષિની આજુબાજુના વાતાવરણની ઊંચી આધ્યાત્મિકતાને અને એમના તત્ત્વજ્ઞાનમાં સમાયેલી બુદ્ધિવાદી આત્મવિચારણાનો પેલા મંદિરમાં નજીવો પાડો પડતો હતો. એમના મુખમાંથી “ઈશ્વર” શબ્દ પણ ભાગ્યે જ નીકળતો. જે જાદુગરી અથવા પરચાઓના પ્રદર્શનમાં પડીને કેટલાય આશાસ્પદ સાધકની સાધનારૂપી નૌકાઓ ભરદરિયે જ ભાંગી ગઈ છે તે જાદુગરી અથવા પરચાઓના ઘેરા તેમ જ ચર્ચાસ્પદ પાણીમાં એમણે પ્રવેશ નથી કર્યો. એ તે કેવળ પિતાની જાતના પૃથકકરણને માર્ગ બતાવતા. અર્વાચીન કે પ્રાચીન સિદ્ધાંતે કે માન્યતાઓમાં વિશ્વાસ ધરાવવા છતાં એને આધાર લઈ શકાતો, તથા એ માર્ગે આગળ વધીને છેવટે સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવી શકાતું.