________________
ભુલાયેલા સત્યની ઝાંખી
૪૭૭
સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરવા માટેના પ્રયત્નરૂપે મેં આત્મવિચારની એ પદ્ધતિને આધાર લીધે. અમારી વચ્ચે કઈ જાતની વાતચીત ન થતી હોય તોપણ, મને અવારનવાર લાગ્યા કરતું કે મહર્ષિ પિતાના મન દ્વારા મારા મનને કશુંક આપ્યા કરતા હતા. મારા પ્રયત્નની સાથે મારા પ્રયાણને સમય નજીક આવવા લાગ્યો. મેં આશ્રમમાં રહેવાને સમય લંબાવવાની ઈચ્છા કરી જોઈ, પરંતુ મારું સ્વાશ્ય બગડવાથી ભારે આશ્રમમાંથી નીકળવાને અફર નિર્ણય કરવો પડ્યો. આશ્રમમાં મને ખેંચી લાવવાની ઊંડી આંતરિક આવશ્યકતાએ મારામાં જે ઈચ્છાશક્તિ પેદા કરેલી તે થાકેલા માંદા શરીરની અને કંટાળેલા મનની ફરિયાદોને ફેકી દેવા તથા એ ગરમ બંધિયાર વાતાવરણમાં મને રાખવા માટે પૂરતી હતી. છતાં પ્રકૃતિને વધારે વખત સુધી પરાસ્ત ના કરી શકાઈ, અને થોડા જ વખતમાં મારી શારીરિક સ્થિતિ ભયંકર રીતે કથળી પડી. એ એક વિચિત્ર વિરોધાભાસ હતો કે મારું જીવન આધ્યાત્મિક રીતે એની ઉન્નતિના શિખર પર પહોંચવાની તૈયારીમાં હતું, પરંતુ શારીરિક રીતે અત્યાર સુધી જે દુર્દશાએ પહોંચ્યું હતું તેના કરતાં પણ વધારે દુર્દશા તરફ સરકતું જતું હતું. મહર્ષિ સાથેના મારા સંપર્કને પરિણામે મને થયેલા સર્વોત્તમ અનુભવના થોડા કલાક પહેલાં જ મને ભયંકર ધ્રુજારી છૂટવા લાગી તથા કદી ન થયો હોય એ પુષ્કળ પરસેવો થવા માંડ્યો. એ આવી રહેલા તાવની સાંકેતિક ખબર હતી.
મારા મનની આંખ આગળ રમણ મહર્ષિની બેઠેલી આકૃતિ તેજસ્વી બનીને તરવા માંડી. એમની અવારનવાર અપાયેલી સૂચનાને અનુસરીને, એ માનસિક આકૃતિ અંદર ઊતરીને એમના નિરાકાર, સત્ય સ્વરૂપ અને એમની અંદરની પ્રકૃતિ અથવા આત્માને પહોંચવાને મેં પ્રયાસ કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે એ પ્રયાસ લગભગ સત્વર સફળ થયે. એ આકૃતિ ફરી અદશ્ય થઈ ગઈ, અને એમના ગાઢ અસ્તિત્વની એકમાત્ર અનુભૂતિ જ શેષ રહી.