________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ.
૪૬૫
ઓરડામાં સાપ છે. એ વખતે મારી તદ્દન નજદીક આવી પહોંચેલા મૃત્યુમાંથી છૂટવાના વિચારે મને એટલો બધો ભયભીત કરી મૂક્યો કે મારે શું કરવું તેની મને જરાય સમજ ન પડી. સાપની સામે હું મંત્રમુગ્ધ બનીને જોઈ રહ્યો. છતાં મને એને ભય તેમ લાગે જ. મારા જ્ઞાનતંતુઓ અતિશય અસ્વસ્થ બની ગયા. મારા અંતરના ઊંડાણમાં ભય તથા ગમગીનીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. તે પણ એ પ્રાણીના સુંદર આકારવાળા મસ્તક તરફ મેં જોયા કર્યું. એની આકસ્મિક મુલાકાતને લીધે હું ખળભળી ઊડ્યો. પિતાની ફણાને મજબૂત ગરદન પર ઉઠાવીને તથા અમંગલ આંખને મારી તરફ સ્થિર કરીને એ દુષ્ટ પ્રાણીએ મને જોવા માંડયો.
આખરે મેં મારી વૃત્તિને પાછી વાળી, અને ઉતાવળે પાછો ખસી ગયો. સાપની કરેડને તોડવા એક દંડે લેવા હું બહાર જવાને વિચાર કરવા માંડયો ત્યાં જ ગઈ કાલના પેલા નવા મુલાકાતીની આકૃતિ મારી નજરે પડી. સાંસ્કારિતા ને ગૌરવની ઝલકવાળી એમની ઉમદા મુખાકૃતિ જોઈને મને થેડીક શાંતિ થઈ. એ મારા રહેઠાણ પાસે આવ્યા, પરિસ્થિતિને દૃષ્ટિપાત કરતાં જ સમજી ગયા અને કઈ પણ પ્રકારની અસ્વસ્થતા વિના ઓરડામાં પ્રવેશવા માંડ્યા. મેં એમને ચેતવણી આપી; પરંતુ એમણે એને લક્ષમાં ન લીધી. ફરી મારું મન ખળભળી ઊઠયું. કારણકે એમની પાસે કઈ હથિયાર નહોતું અને એ છતાંય એમણે એમના બંને હાથ સાપ તરફ ઊંચા
કરેલા
એની પાતળી ને લાંબી જીભ એના ખુલા મોઢામાં ફરવા લાગી, પરંતુ એણે એમના પર આક્રમણ કરવાનો પ્રયાસ ન કર્યો. એ વખતે મારો અવાજ સાંભળીને જળાશયમાં સ્નાન કરનારા બે માણસે ઝૂંપડી પાસે દોડી આવ્યા. એ અમારી પાસે આવ્યા તે પહેલાં તે એ અજાણ્યા મુલાકાતી સાપની તદ્દન પાસે જઈને ઊભા રહ્યા, એટલે સાપે એમની આગળ એનું માથું નમાવ્યું, તથા એમણે એની પૂંછડી પર ધીમેથી હાથ ફેરવ્યો !