________________
૧૭ ભુલાયેલા સત્યની ઝાંખીઓ
એક દિવસ બપોર પછી એક નવા મુલાકાતીએ હોલમાં મક્કમ ચાલે, મોભાદાર પગલે પ્રવેશ કર્યો અને મહર્ષિના કાચની તદન પાસે પોતાની બેઠક લીધી. એમની ચામડી અતિશય કાળી હતી. પરંતુ એને બાદ કરતાં એમની મુખાકૃતિ ખૂબ જ સંસ્કારી લાગી. એમણે બોલવાનો પ્રયત્ન ન કર્યો, છતાં મહર્ષિએ એમના સ્વાગતમાં તરત જ સ્મિત કર્યું.
એ પુરુષના વ્યક્તિત્વને પ્રભાવ મારા પર ઘણો મોટો પડયો. એ પથ્થરમાં કરેલા બુદ્ધ જેવા લાગવા માંડ્યા. એમના ચહેરા પર અસાધારણ શાંતિ છવાયેલી હતી. આખરે અમારી આંખ એક થઈ ત્યારે એ મારી તરફ લાંબા વખત સુધી તાકી રહ્યા. મેં અસ્વસ્થ બનતાં મારી દષ્ટિ ફેરવી લીધી. બપોર પછીના સમસ્ત સમય દરમિયાન એ એક શબ્દ પણ ન બોલ્યા.
બીજે દિવચે એકદમ અણધારી રીતે મને એમને મેળાપ થયો. મારો નેકર રાજુ શહેરમાં થોડી ખરીદી કરવા ગયેલો, એટલે હૉલમાંથી બહાર નીકળીને હું ચા બનાવવા મારા ઉતારા પર આવી પહોંચ્યો. બારણું ઉઘાડીને ઉંબરા પર પગ મૂકવા ગયો ત્યાં જ મેં જોયું કે જમીન પર કશુંકે ચાલવા માંડ્યું અને મારા પગથી થોડાક ઈંચને અંતરે આવીને ઊભું રહ્યું. એની ચંચલ વાંકી ચાલ તથા આછા સુસવાટા પરથી હું જોયા પહેલાં જ અનુમાન કરી શક્યો કે