________________
અરણ્યના આશ્રમમાં
४६३
હું હાથમાં ફાનસ સાથે હેલમાંથી બહાર નીકળીને મારી ઝૂંપડી તરફ એકલે ચાલી નીકળ્યા. બગીચાના કંપાઉન્ડમાં ફૂલે, વૃક્ષો ને છોડવાઓ પર અસંખ્ય આગિયાએ ઊડી રહ્યા હતા. એક વાર હું રેજ કરતાં બેથી ત્રણ કલાક મેડે પડ્યો અને મધરાતને સમય પાસે હતું ત્યારે એ અને ખાં જંતુઓના અલૌકિક પ્રકાશનું મેં દર્શન કર્યું. મારે આગળ જતાં જેમાંથી પસાર થવું પડતું તે ગીચ ઝાડી તથા થરમાં પણ એ અવારનવાર એટલા જ મોટા પ્રમાણમાં જોવા મળતાં. અંધકારમાં ચાલતી વખતે વીંછી કે સાપ પર પગ ન પડી જાય તેનું પણ ધ્યાન રાખવું પડતું. કઈ કઈ વાર તે ધ્યાનને પ્રવાહ મારા પર એટલા બધા મોટા પ્રમાણમાં પ્રભાવ જમાવતો કે એને રોકવાની શક્તિ કે ઈચ્છા મારામાં ન રહેતી. એને લીધે ફાનસના પ્રકાશવાળી નાનકડી કેડી પર ચાલતી વખતે મારે થોડુંક ધ્યાન આપવું પડતું. એવી રીતે સંભાળપૂર્વક ચાલીને હું મારી સાધારણ ઝૂંપડીએ આવી પહોંચ્યો, એનું ભારે, સખત અથવા મજબૂત બારણું બંધ કર્યું અને અરણ્યનાં અનિરછનીય હિંસક પ્રાણીઓથી બચવા માટે કાચ વગરની બારીઓ વાસી દીધી. એ પહેલાં મેં ઝાડીમાંથી પસાર થતા રસ્તાની એક બાજુએ ઊભેલાં તાડવૃક્ષોના સમૂહ તરફ છેલ્લી નજર નાખી લીધી. એમની એકમેકની અંદર ગૂંથાયેલી હોય એવી, પીંછાંની યાદ આપતી, ટોચ પર રૂપેરી ચાંદનીના પ્રવાહે પડી રહ્યા હતા.