________________
४६२
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
લાગ્યા રહો. એક દિવસ વિચારનું ચક્ર ધીમું પડશે અને અદ્ભુત અંતઃ પ્રેરણાને આવિર્ભાવ થશે. એ અંતઃ પ્રેરણાને અનુસરે, વિચારો બંધ કરો, અને એની મદદથી આખરે તમે બેયની પ્રાપ્તિ કરી લેશે.
હું મારા વિચારો સાથે દરરોજ સંઘર્ષ કરતો તથા મનના ઊંડાણમાં પ્રવેશવાને ધીમી ગતિએ પ્રયાસ આદરતે. મહર્ષિના સુખદ સાન્નિધ્યમાં મારા ધ્યાનની અને આત્મચિંતનની સાધના ઉત્તરોત્તર ઓછા પરિશ્રમવાળી તેમ જ અધિક અસરકારક બનતી ગઈ. મારી ઉત્કટ આકાંક્ષા તથા મને માર્ગદર્શન મળી રહ્યું છે એવી ભાવના મારા સતત રીતે થઈ રહેલા પ્રયત્નોને પ્રેરણા પાડતી રહી. એ અસાધારણ સમય પણ આવી જતે જયારે હું સ્પષ્ટ રીતે અનુભવી શકત કે મહર્ષિની અદષ્ટ શક્તિ મારી મનોવૃત્તિ પર મજબૂત રીતે કાબૂ જમાવી રહી છે. એના પરિણામ રૂપે માનવમનને વીંટી વળેલા આત્માના ગુપ્ત પ્રદેશમાં હું વધારે ઊંડો ઊતરતે.
દરરોજ સાંજે હોલ ખાલી થઈ જતો, કેમકે મહર્ષિ, એમના શિષ્ય તથા મુલાકાતીઓ ભોજનખંડમાં જમવા માટે છૂટા પડતા હું આશ્રમનું ભોજન ન લેતા, તથા મારું પોતાનું ભોજન તૈયાર કરવાની ચિંતા પણ ન કરતો. એટલે મોટે ભાગે હૉલમાં એક રહીને એમના પાછા ફરવાની રાહ જોતે. આશ્રમના ભોજનની એક વાનગી મને આકર્ષક અને સ્વાદિષ્ટ લાગતી અને તે દહીં. મારી એને માટેની રુચિની મહર્ષિને ખબર હોવાથી એ રસોઈયાને કહીને રોજ રાતે એને એકાદ પ્યાલે મને મોકલી આપતા.
એમને પાછા આવ્યા પછી આશરે અડધા કલાકે આશ્રમના સાધકેએ અને આશ્રમમાં રહી ગયેલા મુલાકાતીઓએ ચાદરે અથવા પાતળી સુતરાઉ કામળીઓ ઊંટીને હેલની ફરસબંધીવાળી જમીન પર લંબાવ્યું. મહર્ષિએ પતે એમના કોચની પથારી કરી. એમના વિશ્વાસુ સેવકે એમને શરીરે તેલ લગાડીને ચંપી કરી, અને પછી એ સફેદ ચાદર ઓઢીને સૂઈ ગયા.