________________
અરણ્યના આશ્રમમાં
૪૬૧
જ મને સમજાયું કે એ મહાપુરુષના ઉદ્ગારે કરતાં એમના મૌનનું મહત્વ કેમ વધારે છે. એમની સ્વાભાવિક નીરવ શાંતિ અને મૌનવૃત્તિ એમની વિરાટ શક્તિ કે સિદ્ધિના પરિણામરૂપ હતી. એ શક્તિ વખરી વાણી કે કઈ પણ પ્રકારની પ્રત્યક્ષ પ્રવૃત્તિના માધ્યમ વિના પણ માણસને મોટી અસર પહોંચાડી શકતી હતી. કેટલીક ક્ષણમાં એમના એ સામર્થ્યને અનુભવ હું એટલા મોટા પ્રમાણમાં કરી શકતો કે મને થતું કે એ એક મોટામાં મોટી હલચલ પેદા કરનારે. આદેશ જ છેડે તે હું એને તરત જ માથે ચડાવી દઉં. પરંતુ મહર્ષિ પિતાના અનુયાયીઓને ગુલામ બનાવવામાં અને આજ્ઞાપાલનના બંધનમાં બાંધી રાખવામાં નહોતા માનતા. એ પ્રત્યેકને કર્મ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા પ્રદાન કરતા. એ બાબતમાં મને ભારતમાં મળેલા મોટા ભાગના ઉપદેશકે અને યોગીઓથી એ તદ્દન અને ખા તથા જુદા તરી આવતા હતા. મારી પ્રથમ મુલાકાત દરમિયાન એમને આપેલા અનેક મઘમ ઉત્તરોમાં એમણે જે પદ્ધતિને નિર્દેશ કરેલો તે પદ્ધતિ પ્રમાણે મેં મારું ધ્યાન કરવા માંડયું. હું મારા સ્વરૂપને વિચાર કરવા લાગ્યો.
હા, માંસ અને લેહીથી ભરેલું આ શરીર છું ?
બીજા માણસથી મને જુદો પાડતી લાગણી, વિચારો તથા મન હું છું ?
અત્યાર સુધી એ પ્રશ્નોના ઉત્તરે માણસે સ્વાભાવિક રીતે તથા કોઈ પણ પ્રકારના સંશય વગર હકારમાં જ આપ્યા છે; પરન્તુ મહર્ષિએ એ ઉત્તરને એવા ને એવા રૂપમાં સ્વીકારી ના લેવાની ચેતવણી આપેલી. છતાં કોઈ જાતને વ્યવસ્થિત ઉપદેશ આપવાની એ ના પાડતા. એમના સંદેશને નિષ્કર્ષ આ હતો:
છું, એની શોધ સતત રીતે કરતા રહે. તમારા સમસ્ત વ્યક્તિત્વનું પૃથક્કરણ કરે. હું વિચાર ક્યાંથી શરૂ થાય છે તે શોધી કાઢવાને પ્રયાસ કરે. તમારી ધ્યાનની સાધનામાં