________________
અરણ્યના આશ્રમમાં
૪૫૫
. એ વૃદ્ધાનું મૃત્યુ થયા પછી એની ભસ્મને પર્વતની તળેટીમાં દાટવામાં આવી અને એ જગાએ મહર્ષિના કેટલાક ભક્તોએ એક નાના મંદિરની રચના કરી. એ મંદિરમાં માનવજાતિને એક મહાન ઋષિનું દાન દેનારી એ સન્માતાની સ્મૃતિમાં ચોવીસે કલાક દીવા બળે છે, અને નાનકડી વેદી પર ખાસ ચૂંટવામાં આવેલાં સુવાસિત જઈ તેમ જ ગલગોટાના ઢગલા કરીને એના આત્માને અર્પણ કરવામાં આવે છે.
વખતના વીતવા સાથે એ આખાય પ્રદેશમાં મહર્ષિની કીર્તિ ફરી વળી. એને લીધે મંદિરના દર્શને જનારા યાત્રીઓ ઘેર પાછાં ફરતા પહેલાં પર્વત પર જઈને એમના દર્શન માટે લલચાવા લાગ્યા. ભક્તોની સતત વિનતિને મહર્ષિએ હજુ હમણું જ માન્ય રાખેલી અને એમના તથા એમના શિષ્યોના નિવાસસ્થાન તરીકે પર્વતની તળેટીમાં બાંધવામાં આવેલા વિશાળ નવા હાલમાં રહેવાની કૃપા કરવાની સંમતિ આપેલી.
મહર્ષિએ કદી ભોજન સિવાય બીજી કોઈ પણ વસ્તુની માગણી નથી કરી, અને પૈસાને વ્યવહાર કરવાની હંમેશાં ના પાડી છે. બીજી જે કાંઈ વસ્તુઓ એમની પાસે આવી છે તે બીજાએ કરેલા મરજિયાત દબાણને લીધે આવી છે. શરૂઆતનાં વરસો દરમિયાન
જ્યારે એ તદ્દન એકલા રહેતા, અને પિતાની આમિક શક્તિઓની સંપૂર્ણતા માટે જ્યારે એમણે એમની આજુબાજુ મૌન અને એકાંતિકતાની દુભેઘ જેવી દીવાલ તૈયાર કરેલી, ત્યારે પણ હાથમાં ભિક્ષાપાત્ર લઈને ગુફામાંથી બહાર નીકળીને સુધાની વેદનાથી વ્યાકુળ પ્રાણની શાંતિ માટે ગામમાં ફરીને ભિક્ષા માગતાં એ નહોતા અચકાયા. એક ઘરડી વિધવા સ્ત્રીને એમના પર દયા આવવાથી એમને એ નિયમિત રીતે ભિક્ષા આપવા માંડી. પાછળથી એ એમને ગુફાએ જઈને ભિક્ષા પહોંચાડવા લાગી. એવી રીતે એમણે પિતાના મધ્યમવર્ગના ઘરમુખને જે વિશ્વાસપૂર્વક ત્યાગ કર્યો તે વિશ્વાસ એટલે અંશે સાચો ઠર્યો કે એમને પ્રેરિત કરનારી પરમશકિતએ