________________
૪૫૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
જોયા. એને પરિણામે એમને વરસાથી પરેશાન કરી રહેલી ગૂચવણાના અંત આવ્યા. એથી એ વધારે આશ્ચર્યચકિત થઈ રહ્યા. એમણે એ યુવાન યેાગીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને એમના ગુરુ તરીકે સ્વીકાર કર્યાં. વેલેાર શહેરમાં શાસ્ત્રીનું પેાતાનું અનુયાયીમંડળ હતું. પાછળથી એમણે ત્યાં જઈને એ સૌને જણાવ્યું કે મને એક મહર્ષિ મળ્યા છે. પડતે રમણને મહિષ તરીકે ઓળખાવ્યા કારણકે એ આત્મસાક્ષાત્કારની ઊંચામાં ઊંચી કક્ષાએ પહેાંચ્યા હતા, તથા એમના ઉપદેશા એટલા બધા મૌલિક હતા કે પડિતે એવા ઉપદેશા પાતે વાંચેલા કાઈ પણ પુસ્તકમાં નહાતા જોયા એ વખતથી સુશિક્ષિત ને સંસ્કારી લેાકાએ રમણને મહર્ષિને ઇલકાબ આપ્યા. છતાં સામાન્ય લેકે તા એમના અસ્તિત્વ ને વ્યક્તિત્વથી સુમાહિતગાર થયા પછી એમને એક દૈવી પુરુષ તરીકે જ પૂજવા લાગ્યા. પરન્તુ પોતાની હાજરીમાં એવી પૂજાની પ્રત્યેક પતિના મહર્ષં સખત રીતે વિરાધ કરતા અને એવી પૂજાની ના પાડતા. એમના મેટા ભાગના ભક્તો તથા એ વિસ્તારના લેાકા પેાતાની અંદરઅંદર અને મારી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરતી વખતે એમને ભગવાન તરીકે એળખાવવાને! આગ્રહ રાખતા. જોતજોતાંમાં મહર્ષિનું એક નાનકડું શિષ્યમંડળ તૈયાર થયું. એમણે પર્વતની ટેકરી પર એક મકાન ધાવ્યું અને એમને એની અંદર પેાતાની સાથે રહેવા સમજાવ્યા. વચ્ચેવચ્ચે એમની માતા એમની ટૂંકી મુલાકાત લીધા કરતી. એમની પ્રવૃત્તિ પ્રત્યેના એનેા વિરાધ હવે શમી ગયેા હતા. મૃત્યુને લીધે એના મેટા પુત્ર તથા ખીજા સગાંવહાલાંના એને વિયેાગ થયા ત્યારે મહર્ષિ પાસે આવીને એણે પેાતાને એમની સાથે રહેવા દેવાની માગણી કરી. મહર્ષિએ હા પાડી. ત્યારથી પેાતાના જીવનનાં છેલ્લાં છ વરસે એણે એમની સાથે ગાળ્યાં, અને એના પેાતાના પુત્રની સાચી શિષ્યા બનીને જીવન પૂરું કર્યું. એ નાના આશ્રમમાં કરાયેલી પેાતાની પરાણાગતના બદલામાં એણે રસાઈનું કામ કરવા માંડયુ