________________
૪પ૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમના આવાસ અને ભોજનને પ્રશ્ન ઉકેલી દીધો. ત્યારથી એમને ભાતભાતની ભેટ આપવામાં આવી છે, પરંતુ એક નિયમરૂપે એમણે એમને અસ્વીકાર કર્યો છે.
એક દિવસ રાતે લૂંટારાની એક ટોળીએ હેલમાં પેસીને ધન હાથ કરવા માટે તપાસ કરી. અનાજની ખરીદીની વ્યવસ્થા સંભાળનાર માણસ પાસેથી એમને થોડાક રૂપિયા મળ્યા. એ સિવાય બીજું કાંઈ જ ન મળ્યું. એ નિરાશાથી ક્રોધે ભરાયેલા લૂંટારાઓએ મહર્ષિને દંડાથી માર માર્યો. એથી એમને સોળ પડ્યા. મહર્ષિએ એમને માર શાંતિથી સહન કર્યો એટલું જ નહિ, પરંતુ ત્યાંથી જતાં પહેલાં એમને જમીને જવાની વિનતિ કરી. એ લેકોને એમણે થોડું ખાવાનું આપ્યું પણ ખરું. એમના હૃદયમાં એમને માટે જરા પણ ધિક્કાર નહોતો. એમના દિલમાં એમના આધ્યાત્મિક અજ્ઞાન માટે માત્ર દયાની લાગણી જ પેદા થઈ. એમણે એ સૌને છૂટથી નાસી જવા દીધા, પરંતુ એકાદ વરસમાં એ બીજે ઠેકાણે કોઈક બીજે ગુને કરતાં પકડાયા, અને એ ગુનાના ઉપલક્ષમાં એમને કડક સજા કરવામાં આવી.
- પશ્ચિમના અધિકાંશ લે કે એવું માનવા પ્રેરાશે કે મહર્ષિનું જીવન નિરર્થક છે. પરંતુ પાર વિનાની પ્રવૃત્તિઓથી ભરેલી આપણી દુનિયામાંથી થોડાક માણસે દૂર ખસી જાય, અને દૂર રહીને આપણે માટે એને કયાસ કાઢે, એ કદાચ આપણે માટે લાભકારક થઈ પડશે. દૂરથી જોનારા રમતને વધારે સારી રીતે જોઈ શકે છે અને કેટલીક વાર એને સાચો ખ્યાલ મેળવી શકે છે. એ પણ સાચું છે કે પિતાની જાતને જીતી ચૂકેલા અરણ્યવાસી સંતપુરુષ સંજોગોના શિકાર બનીને આમતેમ ભટકતા દુન્યવી મૂર્ખ માણસ કરતાં ઊતરતી કેટીના તે ન જ હોઈ શકે.
પ્રત્યેક દિવસે એ મહાપુરુષની મહાનતાના નવાનવા નિદેશે. મળવા માંડ્યા. આશ્રમમાં જુદી જુદી જાતના અનેક લેકે આવતાજતા, તેમાં એક વાર પોતાની જાતની અથવા સંજોગોની ભયંકર