________________
४४६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બીજી વસ્તુઓમાંથી એને મોટા ભાગને રસ ઊડી ગયો, કારણકે એને એકાએક થયેલા પોતાના સત્ય સ્વરૂપના ઉત્તમ અનુભવજ્ઞાન તરફ હવે એને મુખ્ય રસ કેન્દ્રિત થયો. મૃત્યુનો ભય જેટલી અદભુત રીતે પેદા થયેલે એટલી જ અદ્દભુત રીતે નાશ પામે. એ જે આંતરિક શાંતિ અને આત્મિક શક્તિને ઉપભોગ કરવા માં તે શાંતિ ને શક્તિ ત્યારથી તેની સાથે જ રહી. પહેલાં બીજા
કરાઓ એને ખીજવતા કે એની સાથે વધારે પડતી છૂટછાટ લેવાનો પ્રયાસ કરતા ત્યારે એ એનું વેર લેવામાં વિલંબ ન કરતો, પરંતુ હવે એ બધું શાંતિપૂર્વક ચલાવી લેત. અન્યાયી કામોને એ ઉદાસીનતાથી સહન કરતો અને બીજાની સાથે સંપૂર્ણ સરળતાથી હળફરતે, પહેલાંની ટેવોને ત્યાગ કરીને એ બની શકે તેટલા વધુ સમયમાં એકલા રહેવાને પ્રયત્ન કરતે, કારણકે એમ કરવાથી જ એ ધ્યાનમાં ડૂબીને પિતાના લક્ષને સતત રીતે અંદર ખેંચનારા ચેતનાના પ્રબળ અને અલૌકિક પ્રવાહને સર્વસમર્પણ કરીને એની સાથે એકાકાર બની શકતે.
એના ચારિત્ર્યમાં થયેલાં એ પ્રખર પરિવર્તને બીજાની નજર બહાર ન રહ્યાં. એક દિવસ એને મોટો ભાઈ એના ખંડમાં આવ્યો. એણે ધારેલું કે રમણ શિક્ષકે કરવા આપેલું ઘરકામ કરતો હશે; પરંતુ એ તો આંખ મીંચીને ધ્યાનમાં ડૂબી ગયેલ. સ્કૂલની ચોપડીઓ ને કાગળો કંટાળાને લીધે ખંડમાં આમતેમ નાખી દીધેલા. અભ્યાસની એવી અવજ્ઞા જોઈને ભાઈને એ ક્રોધ ચડ્યો કે એ તીખા તમતમતા શબ્દમાં મજાક કરતાં કહેવા માંડ્યો :
તારા જેવા છોકરાનું અહીં કામ જ શું છે ? તારે યોગીની પેઠે જ વર્તવાની મરજી હોય તે પછી વ્યવસાય કરવાની ઈરછાથી ભણે છે જ શા માટે ?”
યુવાન રમણને એ શબ્દ સાંભળીને ઊંડી વેદના થઈ. એણે એમની યથાર્થતાને સમજી લીધી અને એ પ્રમાણે વર્તવાને મને મન સંકલ્પ કર્યો. એના પિતાનું મૃત્યુ થયેલું એટલે એણે વિચાર્યું કે