________________
અરણ્યના આશ્રમમાં
મારા કાકા તથા બીજા ભાઈએ મારી માતાની સંભાળ રાખ્યા વિના નહીં રહે ઃ ખરેખર ઘરમાં મારું કાંઈ કામ જ નથી. એ જ વખતે એના મનમાં અરુણાચલના મદિરનું એ નામ ઝળકી ઊઠયું, જેણે આશરે એકાદ વરસથી એને કામણુ કરેલું અને જેના અક્ષરાએ એને મુગ્ધ કરેલા. એ સ્થળની પસંદગી પાતે શા માટે કરવી જોઈએ એની સમજ એને ન પડી, તેાપણુ એણે નક્કી કર્યુ કે ત્યાં જ જવુ' જોઈએ. ત્યાં જવાની અનિવાર્ય આવશ્યકતા એને લાગવા માંડી. એ આવશ્યકતાએ એને માટેના નિર્ણય એની મેળે જ કરી લીધો. એ નિણૅય પહેલેથી વિચારીને નહેાતે કરેલે.
<
૪૪૭
અહીં આવીને સાચું કહું ! મને ઘણા જ આનં થયેલા.’ મહર્ષિ મને કહેવા માંડઞા : જે શક્તિ તમને મુંબઈથી ડે અહીં સુધી ખેંચી લાવી છે તે જ શક્તિએ મને મદુરાી પેાતાની તરફ ખેચી લીધેા.’
અને એવી રીતે પેાતાના અંતરના આંતરિક ખેંચાણુના અનુભવ કરીને યુવાન રમણે મિત્રા, કુટુબીજનેા, શાળા અને અભ્યાસના ત્યાગ કર્યા, અને એ માર્ગ અપનાવ્યા જે એને આખરે અરુણાચલ લઈ આવ્યા તથા એને વિશેષ ઉત્તમ આધ્યાત્મિક અનુભવાની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બન્યા. એણે ધરને ત્યાગ કરતી વખતે લખેલેા ટૂંકા કાગળ આશ્રમમાં આજે પણ સાચવી રાખવામાં આવ્યા છે. એ કાગળમાં લખેલા તામિલ શબ્દો આ પ્રમાણે છેઃ
"
હું મારા પરપિતાની શેાધમાં એની આજ્ઞાને માથે ચડાવીને અહીંથી ચાલી નીકળ્યા છું. આ સાહસ ઘણું સારું અથવા ઉત્તમ છે. એટલા માટે આ ઘટનાના કાઈએ શાક ન કરવા. આને શેાધી કાઢવા કાઈ જાતના પૈસાના ખરચ ન કરવા.’
એમણે દક્ષિણના અંદરના ભાગની મુસાફરી શરૂ કરી ત્યારે એમના ખિસ્સામાં ત્રણ રૂપિયા હતા અને દુનિયાથી એ એકદમ અજાણુ હતા. એ મુસાફરીમાં બનેલા આશ્ચર્યકારક બનાવા નિઃશુક