________________
અરણ્યના આશ્રમમાં
૪૪પ
એક દિવસ એ એના ઓરડામાં એકલે બેઠેલો ત્યારે એને અચાનકે મૃત્યુને ન સમજાય તેવો ભય લાગવા માંડ્યો. બહારથી જોતાં એની તંદુરસ્તી સારી હતી તો પણ એને એ તીવ્ર અનુભવ થયો કે એનું મૃત્યુ નજીક છે. એ વસ્તુ મને વૈજ્ઞાનિક ચમત્કાર જેવી હતી, કારણકે એના મૃત્યુનું કોઈ દેખીતું કારણ નહોતું. છતાં એ
ખ્યાલથી એ ઘેરાઈ ગયે અને આગામી ઘટના માટે તરત જ તૈયારી કરવા લાગ્યો.
એણે પિતાનું શરીર જમીન પર વાંકું વાળીને ફેલાવી દીધું, અવયવોને મડદાની પેઠે સખત કદી દીધા, આંખને અને મને બંધ કર્યા તથા છેવટે શ્વાસ પણ થંભાવી દીધો.
ઠીક ત્યારે.” મેં મારી જાતને કહેવા માંડયું: “આ શરીર મરી ગયું છે. એ શરીરને ઠાઠડીએ બાંધીને સ્મશાનમાં લઈ જવાશે ને બાળી નાખવામાં આવશે. પરંતુ શરીરનું મૃત્યુ થવાની સાથે હું મરી જાઉં છું ? શરીર હું છું ? અત્યારે આ શરીર નિષ્ક્રિય અને અક્કડ છે. પરંતુ એની અવસ્થાથી અલગ એવા મારા સ્વરૂપના સંપૂર્ણ સામર્થ્યને અનુભવ હું કરી રહ્યો છું.'
પિતે જેમાંથી પસાર થયેલા તે વિચિત્ર અનુભવ વર્ણવતી વખતે મહર્ષિએ એ શબ્દો કહી બતાવેલા. એ પછી જે બન્યું તે વર્ણવવું જે કે સહેલું છે તો પણ સમજવું અઘરું છે. એ ઊંડી સમાધિદશામાં ડૂબી ગયા, અને એ દિશામાં ડૂબીને જીવનના એકમાત્ર અર્કમાં અથવા પોતાના મૂળભૂત સ્વરૂપમાં લીન થયા. એ તદ્દન સ્પષ્ટ રીતે સમજી ગયા કે શરીર એક અલગ વસ્તુ છે અને હું નામના તત્ત્વને મૃત્યુને સ્પર્શ નથી થતો. સત્ય સ્વરૂપ ઘણું વાસ્તવિક હતું, પરંતુ એની પ્રકૃતિથી એટલું બધું ઊંડું ને પર હતું કે અત્યાર સુધી એણે એની તરફ ધ્યાન નહોતું આપ્યું.
રમણ એ આશ્ચર્યચકિત કરનારા અનુભવમાંથી તદ્દન જુદે જ યુવક બનીને બહાર નીકળે. અભ્યાસ, રમતગમત, મિત્રમંડળ અને