________________
४४४
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એક દિવસ એક સંબંધીએ મદુરા આવીને રમણના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે હું અરુણાચલના મંદિરની યાત્રાએથી હજુ હમણાં જ પાછો ફર્યો છું. એ નામના શ્રવણથી છોકરાના મનના સુષુપ્ત ઊંડાણમાં ઝંકૃતિ પેદા થઈ, અને અવનવી અગમ્ય આકાંક્ષાએથી એનું અંતર ઊભરાઈ ઊઠયું. એ મંદિરના સ્થાનની એણે તપાસ કરી અને એના વિચારોએ ત્યારથી એને પીછો ના છેડ્યો. એ મંદિરે એને માટે સૌથી વધારે મહત્ત્વ ધારણ કર્યું તે પણ એ પિતાની જાતને સમજાવી ના શક્યા કે ભારતમાં ફેલાયેલાં બીજ સંખ્યાબંધ મહાન મંદિરો કરતાં અરુણાચલનું મૂલ્ય એને મન થોડુંક પણ વધારે શા માટે છે. - મિશન સ્કૂલમાં કોઈ પણ પ્રકારની વિશેષ યોગ્યતા બતાવ્યા વિના એણે એને અભ્યાસ ચાલુ રાખ્યો, છતાં એના કામમાં એણે સારી એવી હોશિયારી તે બતાવી છે. પરંતુ એની ઉંમર સત્તર વરસની થઈ ત્યારે પ્રારબ્ધ પિતાના નાજુક અને આકસ્મિક ફટકા સાથે કામ કરવા માંડ્યું અને કાળના એકસરખા ચાલી રહેલા પ્રવાહમાં હાથ નાખ્યા.
એણે અચાનક સ્કૂલ છોડી દીધી અને પિતાને અભ્યાસ સંપૂર્ણપણે મૂકી દીધો. એ બનાવ બન્યો તે પહેલાં એણે એના શિક્ષકેને કે એનાં સગાંઓને કશી ખબર ન આપી અને કોઈને જણાવ્યું પણ નહિ. એની ભવિષ્યની દુન્યવી આશાઓ પર પાણી ફેરવી દેનારા એ પાંગળા પરિવર્તનનું કારણ શું હશે ?
બીજાના મનમાં એ ગૂંચવાડે ઊભો કરનારું થયું હશે તે ભલે, પરંતુ એને માટે એ કારણ પૂરતું સંતોષકારક હતું. કારણકે માણસના છેવટના શિક્ષક જેવા જીવને એ યુવાન વિદ્યાર્થીને એને સ્કૂલના શિક્ષકોએ સુપરત કરેલા અભ્યાસક્રમ કરતાં જુદા જ અભ્યાસક્રમ પર ચડાવી દીધો. એણે અભ્યાસ છોડી દીધો અને મદુરાથી કાયમને માટે વિદાય લીધી. તેના દેઢેક મહિના પહેલાં એના જીવનમાં વિચિત્ર રીતે ફેરફાર થયેલો.