________________
અરણ્યના આશ્રમમાં
૪૪૩
ધીરેધીરે, એમના પિતાના નાખુશ મુખદ્વારા અને એમના શિષ્યો દ્વારા મેં એમની જીવનકથાની ત્રુટક અથવા આંશિક સામગ્રી એકઠી કરી.
એમને જન્મ આખાય દેશનાં સૌથી વિશાળ મંદિરમાંનું એક મેટું મંદિર ધરાવતા દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શહેર મદુરાથી ત્રીસેક માઈલ દૂરના એક ગામડામાં ઈ. સ. ૧૮૭૯ માં થયેલો, એમના પિતાજી સંસ્કારી બ્રાહ્મણ હતા અને કાયદા સાથે સંબંધિત કેઈ ધંધે કરતા. એ ખૂબ જ મોટા દાની પુરુષ હોવાથી અનેક ગરીબોને અન્ન ને વસ્ત્રનું દાન દેતા. બાળકને એને અભ્યાસ ચાલુ રાખવા આખરે મદુરા મૂકવામાં આવ્યું, અને એ જ સ્થળમાં સ્કૂલ ચલાવતા અમેરિકન મિશનરીઓ દ્વારા એને અંગ્રેજીનું સાદું આરંભનું શિક્ષણ આપવામાં આવ્યું.
યુવાન રમણને શરૂઆતમાં રમતગમતને શેખ હતે. એ કુસ્તી કરતો, મુક્કાબાજીની રમત રમતા, અને ભયંકર નદીઓ તરી જતો. એ ધર્મ ને તત્ત્વજ્ઞાનના વિષયમાં કઈ ખાસ પ્રકારને રસ બતાવતો નહોતો. એ વખતના એના જીવનમાં જોવા મળતી અપવાદરૂપ વસ્તુ એની ઊંઘની દશા દરમિયાન ચાલવાની વૃત્તિ હતી, અને એની નિદ્રાવસ્થા પણ એટલી પ્રખર હતી કે મોટામાં મોટા વિક્ષેપ પણ એને જગાડી શકતા નહિ. એના સ્કૂલના સાથીઓએ આખરે એ હકીક્ત ખોળી કાઢી, અને એની સાથેની રમતગમતમાં એ એને લાભ ઉઠાવવા લાગ્યા. દિવસ દરમિયાન તો એના ઝડપી મુક્કાઓથી એ ડરતા રહેતા, પરંતુ રાતે એ એના શયનખંડમાં આવી પહોંચતા, એને રમતના મેદાનમાં લઈ જતા, એના શરીરને ટીપતા અને કાને મુક્કા મારતા, અને પછી એને પથારીમાં મૂકી જતા. સવારે એને એ અનુભવોની જરા પણ ખબર પડતી નહિ અને યાદ પણ રહેતી નહિ.
નિદ્રાના સ્વરૂપને સાચી રીતે સમજી ચૂકેલા માનસશાસ્ત્રીને આ હકીકત પરથી સમજાશે કે એ છોકરાની એકાગ્રતાની અવસ્થા કેટલી બધી અસામાન્ય અને ઊંડી હતી. એ જેનાથી સંપન્ન હતો તે યૌગિક પ્રકૃતિને એના પરથી પૂરત નિર્દેશ મળી રહે છે.