________________
૪૪૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં એમના શબ્દો છૂર્તિદાયક, શકિતસંચારક દવા જેવા હતા. એમણે મને તાજગી આપી ને પ્રેરણા પૂરી પાડી. એ જ શબ્દ જે કેઈ નાના ને નિર્બળ આત્માના મુખમાંથી નીકળ્યા હોત તે તો હું એમને એટલા મહત્વના માનીને સ્વીકારવાની ના પાડતા અને એમને રદિયો આપવામાં પાછી પાની પણ ના કરત. પરંતુ મારી અંદરના આત્મિક સલાહકારે મને ખાતરી આપી કે મહર્ષિ જે બોલે છે તે એમના મહાન અને પ્રમાણભૂત આધ્યાત્મિક અનુભવના ઊંડાણમાંથી બોલી રહ્યા છે, ને કલ્પનાના નાજુક છેડા પર બેઠેલા સિદ્ધાંતોની રચના કરતા ફિલસૂફની પેઠે નથી બેલી રહ્યા.
બીજી વાર, અમે પશ્ચિમની ચર્ચાવિચારણા કરી રહ્યા હતા ત્યારે, મેં ટોણે માર્યો :
“કોઈ પણ જાતના કોલાહલ કે વિક્ષેપ વગરના અરણ્યના આવા એકાંત આશ્રમમાં આત્મિક શાંતિની પ્રાપ્તિ અને અનુભૂતિ કરવાનું કામ તમારે માટે સહેલું છે.'
“જ્યારે યેયની પ્રાપ્તિ થઈ જાય છે, જ્યારે તમે સર્વને જાણનારા જ્ઞાતાને જાણી લે છે ત્યારે પછી તમે લંડનના ઘરમાં રહો કે અરણ્યના એકાંતમાં રહે એથી કાંઈ ફેર નથી પડતો. એમણે શાંત ઉત્તર આપ્યો.
અને એક વાર મેં ભૌતિક વિકાસની ઉપેક્ષા કરવા માટે ભારતીએની આચના કરી. મારા આશ્ચર્ય વચ્ચે મહર્ષિએ મારા તહેમતને નિખાલસતાથી સ્વીકાર કર્યો.
' એ સાચું છે. અમે એક પછાત પ્રજા છીએ; પરંતુ અમારી જરૂરતે થોડી છે. અમારા સમાજમાં સુધારો કરવાની આવશ્યકતા છે; પરંતુ તમારા લોકેા કરતાં અમે ઘણી ઓછી વસ્તુઓમાં સંતોષ માનીએ છીએ. એટલે અમે પછાત છીએ એને અર્થ એ નથી કે અમે એાછા સુખી છીએ.''
*
અને
મહષિ જે અભુત સામર્થ્ય અને એથીય અદ્ભુત અથવા
દૃષ્ટિકોણ ધરાવતા તેની પ્રાપ્તિ તેમને કેવી રીતે થઈ હશે ?