________________
અરણ્યના આશ્રમમાં
૪૪૧
પાણું મને પૂરું પાડી શકે તેમ છે. વળી મને એવું પણ લાગતું કે મારા અંતરાત્માની અનંત અસીમ વિશાળ શક્તિઓને સાક્ષાત્કાર કરું અને એને માટે પ્રશ્નો પૂછવાનું બંધ રાખું એ વધારે સારું રહેશે. એટલા માટે હું મૂક રહે ને પ્રતીક્ષા કરતા.
એક વાર એ જ પ્રસંગે ઉપસ્થિત થયે ત્યારે, મહર્ષિની આંખ આશરે અડધા કલાક સુધી એમની સામેની સીધી દિશામાં અચળ ને સ્થિર દૃષ્ટિથી તાકી રહી. મને લાગ્યું કે એ મને ભૂલી ગયા છે, પરંતુ મને સંપૂર્ણ પણે સમજાયું કે મને જે ઉત્તમ પ્રકારને આકસ્મિક સાક્ષાત્કાર થઈ રહ્યો છે તે બીજું કાંઈ જ નથી પરંતુ આ રહસ્યમય, અચળ અને પ્રશાંત પુરુષની મારફત જે સંક્રામક શક્તિનાં પરમાણુઓ કે તરંગો ફેલાઈ રહ્યાં છે તેનું જ પરિણામ છે.
એક બીજી મુલાકાત વખતે એમણે મને નિરાશાવાદથી વીંટળાયેલો જોયો. એ વખતે એમણે મને પોતાના બતાવેલા માર્ગનું આલંબન લેનાર સાધકને જે યશસ્વી ધ્યેયની પ્રાપ્તિ થાય છે તેની વાત કહી બતાવી.
પરંતુ મહર્ષિ, આ માર્ગ મુસીબતોથી ભરેલું છે, અને મારી પિતાની નબળાઈઓનું મને પૂરેપૂરું ભાન છે.” મેં દલીલ કરી.
( પિતાના મનને નિષ્ફળતાના ભયથી અને પોતાની નબળાઈઓ કે ભૂલના વિચારથી ભારેખમ બનાવવું એ પોતાના માર્ગમાં અડચણ નાખવાને અકસીર ઉપાય છે. એમણે સ્વસ્થતાપૂર્વક ઉત્તર આપ્યો
છતાં એ નબળાઈ સાચી હોય તો ?'
એને જે સાચે નથી હોતો. મનુષ્યની મોટામાં મોટી ભૂલ એવું વિચારવામાં રહેલી છે કે એ સ્વભાવથી જ નિર્બળ છે કે સ્વભાવથી જ દુષ્ટ છે. પ્રત્યેક મનુષ્ય એની મૂળ પ્રકૃતિ પ્રમાણે અથવા મૂળભૂત રીતે દિવ્ય અને બળવાન છે. નિર્બળ ને દુષ્ટ તો એની આદત, એની ઈચ્છાઓ અને એના વિચારો હોય છે. એ પિતે એવો નથી હોત.'