________________
૪૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બરના ભેજન માટે હું ઝૂંપડીમાં અગિયાર વાગ્યે પાછે ફરતે. પછી થોડે વિશ્રામ કરતો, અને એ પછી સવારના મારા કાર્યક્રમના પુનરાવર્તન માટે ફરીથી હાલમાં જતો. કેઈક વાર મારા ધ્યાનના અને વાર્તાલાપના કમમાં ફેરફાર કરીને હું આજુબાજુના પ્રદેશમાં પરિભ્રમણ કરતો અથવા અરુણાચલના ભવ્ય મંદિર સંબંધમાં વિશેષ શોધખોળ કરવા નાનકડા શહેર તરફ નીકળી પડતો.
પિતાનું ભજન પૂરું કરીને મહર્ષિ મારી મઢુલીએ કઈ કઈ વાર મારી મુલાકાત લેવા આવી પહોંચતા. એ અવસરનો લાભ લઈને હું એમની આગળ બીજા વધારાના પ્રશ્નો રજૂ કરતે. એના ઉત્તર એ ધીરજપૂર્વક સંક્ષિપ્ત સૂત્રો જેવાં વાક્યોમાં આયે જતા. એ સૂત્ર સંપૂર્ણ વાક્યો બનાવવા માટે ભાગ્યે જ પર્યાપ્ત થતાં. પરંતુ કઈ વાર હું કોઈ નવી સમસ્યા રજૂ કરતા ત્યારે એના ઉત્તરમાં એ કાંઈ પણ ન બોલતા. એને બદલે એ ક્ષિતિજ સુધી લંબાયેલી, જંગલથી વીંટળાયેલી, પર્વતમાળા તરફ મીટ માંડતા અને અચળ રહેતા. મિનિટો પસાર થઈ જતી, છતાં એમની આંખ મંડાયેલી રહેતી, અને એ કઈક દૂરના પ્રદેશમાં પહોંચી ગયા હોય એવું લાગ્યા કરતું. એમનું ધ્યાન દૂરની કોઈ અદષ્ટ સૂક્ષ્મ વ્યક્તિ પર લાગ્યું છે કે અંદરના વિષયમાં ડૂબી ગયું છે તેને પારખવાની શક્તિ મારામાં જરા પણ ન રહેતી. પહેલાં તે મને નવાઈ લાગતી કે એમણે મારી વાત સાંભળી છે કે નહિ, પરંતુ પાછળથી જે નીરવ શાંતિ છવાઈ જતી તે દરમિયાન મારા બુદ્ધિવાદી મન કરતાં વધારે મહાન એવી કઈક શક્તિ મારા પર પિતાને પ્રભાવ પાડતી ને છેવટે મારા પર પૂરેપૂરે અધિકાર જમાવતી. એ શાંતિને ભંગ કરવાની મારી શક્તિ નહાતી તેમ જ મરજીય ન થતી.
એ અનુભવને પરિણામે મારા આશ્ચર્ય વચ્ચે મને સમજાતું કે મારા બધાય પ્રશ્નો એક અનંત રમતની પ્રવૃત્તિ જેવા છે, વિચારોના વ્યાપારની કઈ હદ કે મર્યાદા નથી, અને મારી અંદર જ ક્યાંક સ્વાનુભૂતિને એક એ કૂવે છે જે મારે જોઈતું સત્યનું સઘળું