________________
અરણ્યના આશ્રમમાં
૪૩૯
મારી શકિતના મુખ્ય આધાર જેવી બની રહી. રાજુ સૂર્યના પ્રકાશમાં ઊભા રહીને બદામી રંગના સરસ દારૂની મારી લતને આશ્ચર્ય ચકિત બનીને જોયા કરતા. ભારતના પ્રાચીન નિવાસી કાળા દ્રાવિડાનો એ પુત્ર હેાવાથી, પ્રખર સૂર્ય પ્રકાશમાં એનું શરીર પાલિશ કરેલા કાળા કાષ્ઠ જેવું ચમકતું.
નાસ્તા કર્યા પછી આશ્રમમાં હું શાંતિપૂ`ક ધીમી ચાલે ફરવા નીકળતા, વાંસના દડાની વાડવાળા કંપાઉન્ડના બાગના ગુલાબના સુમધુર છેાડવા પાસે બે-ચાર મિનિટ ઊભો રહેતા, કે પછી નાળિચેરથી ભારે બનેલાં મસ્તકવાળાં નાળિયેરીનાં વૃક્ષેાની નીચે નમેલાં પાંદડાંની છાયામાં આરામ કરતા. સૂર્યનો તાપ તીખા થતાં પહેલાં આશ્રમના ઉદ્યાનમાં વિહરવાનો અને ભાતભાતનાં ને જાતજાતનાં ફૂલાને જોવાનો તે સૂંધવાનો અનુભવ ખરેખર અનેરા હતા.
પછીથી હું હાલમાં પ્રવેશતા, મહર્ષિને પ્રણામ કરતા, અને પલાંઠી વાળીને શાંતિપૂર્વક બેસી જતા. થોડાક વખત હું લખતે કે વાંચતા, અથવા એકબે માણસે સાથે વાતચીતમાં ગળતા, અથવા મહર્ષિ સાથે કાઈક મુદ્દાની છણાવટ કરતા કે, પછી મહર્ષિએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે એકાદ કલાક ધ્યાન ધરતા. જો કે સાંજનો સમય તા માટે ભાગે હાલમાં ધ્યાન માટે ખાસ નિશ્ચિત કરેલા અભ્યાસમાં જ વિતાવતેા. પરંતુ ગમે તેવી પ્રવૃત્તિ કરવા છતાં એ સ્થાનના રહસ્યમય આધ્યાત્મિક વાતાવરણનો અને મારા મસ્તકમાં મક્કમ રીતે પ્રવેશતાં કૃપાયુક્ત કિરણાનો ક્રમેક્રમે અનુભવ કર્યા વગર હું નહોતા રહી શકતા. મહર્ષિની બાજુમાં એકાદ ક્ષણ બેસવા માત્રથી મને એક જાતની ઊંડી અવર્ણનીય શાંતિનો સ્વાદ સાંપડતા. ખારીક નિરીક્ષણુ અને વારંવારના પૃથક્કરણને પરિણામે સમય પર મને એવી પૂરેપૂરી પ્રતીતિ થઈ કે અમે બંને એકમેકના સાન્નિધ્યમાં હાઈએ છીએ ત્યારે અમારી વચ્ચે એક પ્રકારની પારસ્પરિક અસર પેદા થાય છે. એ આખીય વસ્તુ અત્યંત સૂક્ષ્મ ને ગૂઢ હતી. પરંતુ એના સંબંધમાં કાઈ જાતની ભૂલને માટે અવકાશ નહાતા.
"