________________
४७८
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
જળાશય હતું. એના પ્રસન્ન પાણીએ મને ત્યાં જવા માટે આકર્ષે છે. એના કિનારા પર વૃક્ષોના સમૂહની પંક્તિઓ હતી. એ વૃક્ષો પર રાખેડી ને રતૂમડા અથવા બદામી રંગના વાનરે આશ્રય લેતા.
દરેક દિવસ એના આગલા દિવસની નકલ જેવો હતો. સવારે વહેલો ઊઠીને હું જગલમાં પ્રકટતા પરોઢનું નિરીક્ષણ કરતો. રાખડી રંગનું પરોઢ લીલે રંગ ધારણ કરતું અને પછી સેનેરી બનતું. પછીથી હું જળાશયમાં ડૂબકી મારતો અને ઉપર ને નીચે ઝડપથી તરતો રહેતો. એ વખતે હું જેટલું કરી શકાય એટલે અવાજ કરતો જેથી પાણીમાં સંતાયેલા સાપ છેટા ચાલ્યા જાય. એ પછી કપડાં પહેરત, દાઢી કરતો અને એ સ્થળમાં પ્રાપ્ત થઈ શકતા એક માત્ર મોજશોખ જેવા સ્વાદિષ્ટ સ્કૂર્તિદાયક, ચાના ત્રણ પ્યાલાને. સ્વાદ લેતો.
સાહેબ, ચાના પાણીની કીટલી તૈયાર છે. મેં નોકરીએ રાખેલો રાજ નામનો કરે મને સૂચના આપત. પહેલાં તો એને અંગ્રેજી ભાષાનું જરાક પણ જ્ઞાન નહોતું, પરંતુ મારા વારંવારના શિક્ષણને પરિણામે એણે એટલું અને એથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરેલું. નેકર તરીકે એ એક રત્ન જેવો હતો, કારણકે હું એને જે અવનવી વસ્તુઓ અને ખાદ્યસામગ્રીની ખરીદી માટે મોકલતો તેની તપાસમાં એ આશાપૂર્વક દઢ સંકલ્પને ધારણ કરીને એ નાનકડા શહેરમાં આગળપાછળ બધે જ ફરી વળતા, અથવા ધ્યાનના વખત દરમિયાન મહર્ષિના હૈલ બહાર સાવચેત બનીને શાંતિપૂર્વક બેસી રહેતો કે
થી એવે વખતે એને બોલાવવામાં આવે તો એ આવી શકે. પરંતુ રસોઇયા તરીકે એ પશ્ચિમના સ્વાદની સમજ નહોતો ધરાવતે. પશ્ચિમની વાનગીઓને એ વિચિત્ર ને વિકૃત સમજતે થોડા દુઃખદ પ્રાગે પછી રસોઈ બનાવવાની ગંભીર પ્રક્રિયા મેં પોતે જ સંભાળી લીધી, અને રોજ એક વાર સરખું ભજન કરવાની ટેવ પાડીને મારા પરિશ્રમને ઘટાડી દીધે. પ્રતિદિન ત્રણ વાર પિવાતી ચા મારે માટે આ દુનિયાના એકમાત્ર આનંદરૂપ અને