________________
અરણ્યના આશ્રમમાં
૪૩૭
મેળવી લેવું પડશે. એ રીત એમની સૂચના પ્રમાણેની સૂક્ષ્મ, ગહન અને અજ્ઞાત રીત જ હશે એમાં શંકા નથી. એથી મેં એ વિષય છોડી દીધો, અને અમે મારી મુલાકાતની બહારની ને ભૌતિક બાજુ વિશે વાત કરવા લાગ્યા.
બપોર પછીને વખત મેં લાંબા નિવાસ માટેની કેટલીક વ્યવસ્થા કરવામાં પસાર કર્યો.
પછીનાં અઠવાડિયા દરમિયાન હું અજાણ્ય, આદત વગરનું જીવન જીવવા લાગ્યો. મારા દિવસે મહર્ષિના હોલમાં પસાર થવા માંડ્યા. ત્યાં બેસીને મહર્ષિના જ્ઞાનના છૂટાછવાયા અંશોને અને મારા પુછાયેલા પ્રશ્નોના ઉત્તરના સંક્ષિપ્ત સૂચનેને હું ગ્રહણ કરતો. ઉતાવળે બાંધેલી ઝૂંપડીની કાચી જમીન પર બિછાવેલા કામળા પર હું શરીરને લંબાવતો, એ રીતે મારી રાત્રીઓ પહેલાંની પેઠે ભયંકર વ્યથાજનક અનિદ્રામાં જ વ્યતીત થઈ જતી.
એ સાધારણ આશ્રયસ્થાન આશ્રમથી આશરે ત્રણ ફીટ દૂર હતું. એની જાડી દીવાલ પર માટી પાતળો લેપ કરેલે, પરંતુ ચોમાસાના વરસાદ સામે ટકી રહેવા માટે છાપરાને નળિયાંથી મજબૂત રીતે તૈયાર કરવામાં આવેલું હતું. એની આજુબાજુનું મેદાન કાંઈક અંશે ઘીચ રીતે ઊગેલાં ઝાડપાનથી ભરેલું હતું. પશ્ચિમ તરફ વિસ્તરેલું જંગલ ખરેખર ત્યાંથી શરૂ થતું. એ અવ્યવસ્થિત પ્રદેશમાં પ્રકૃતિ પિતાના અસભ્ય, જંગલી વૈભવ સાથે જોવા મળતી. થોરની વાડે આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં અને અનિયમિત રીતે પથરાયેલી હતી. એમની કાંટાવાળા કરોને જોઈને જાડી સોની
સ્મૃતિ થઈ આવતી. એમની પાછળના જંગલની જમીન પર નાનાનાના છોડવા અને નીચાં વામન જેવાં વૃક્ષોને પડદો પડી ગયેલ. ઉત્તર તરફ ધાતુના રંગની છાંટવાળી શિલાઓ અને ઘઉંવરણી ધરતીના સમૂહ જેવા પર્વતને ફિકો આકાર દેખાતે. દક્ષિણ તરફ એક મોટું - ભા. આ. ૨. ખે, ૨૮