________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
નહિ સાંભળું ત્યાં સુધી મારા મનને શાંતિ નહિ મળે. મારે સ્વીકાર થશે જ એવી મોટી આશા સાથે હું જીવતે એ સાચું હતું. કારણ કે મને મુંબઈથી બહાર ધકેલીને આ સ્થાનમાં મોકલનારી શક્તિ કોઈ સાધારણ નહોતી. એ તો આત્માના અસામાન્ય પ્રદેશમાંથી મળેલ નિશ્ચિત અને પ્રમાણભૂત હુકમ અથવા અલૌકિક આદેશ હતો. મેં મહર્ષિની આગળ સંક્ષેપમાં મારી પરિસ્થિતિનું શરૂઆતનું સ્પષ્ટીકરણ કરી દીધું, અને પછી ટૂંકમાં છતાં હિંમત પૂર્વક એમને વિનતિ કરી.
એ મારી તરફ હસતા રહ્યા, પરંતુ કશું બોલ્યા નહિ. મેં મારા પ્રશ્નનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું.
ફરી લાંબા વખત સુધી નીરવતા રહી. પરંતુ આખરે એમણે ઉત્તર આપ્યો ખરો. એમણે દુભાષિયાની મદદ લેવાની ના પાડી અને પોતાના વિચારો અંગ્રેજીમાં સીધા જ વ્યક્ત કરવા માંડ્યા.
ગુરુઓ અને શિષ્યોની આવી બધી વાતો શા માટે થઈ રહી છે? એ બધા ભેદભાવો તે શિષ્યના દષ્ટિબિંદુને લીધે અસ્તિત્વ ધરાવે છે. જેણે આત્મસાક્ષાત્કાર કરી લીધો છે તેને માટે ગુરુ કે શિષ્ય જેવું કશું જ નથી રહેતું. એ પુરુષ તે સઘળા લેકને સમદષ્ટિથી જતો હોય છે.'
મારે શરૂઆતમાં જ અગીકાર કરવામાં આવ્યો એવું થોડુંક લાગ્યું તો ખરું જ. મેં બીજી રીતે એની એ વિનતિ કરી જોઈ, છતાં મહર્ષિએ એ મુદ્દા પર નમતું ન આપ્યું. પરંતુ છેલ્લે છેલ્લે એ બોલ્યા:
ગુરુનું દર્શન તમારે અંદર, તમારા પોતાના અંતરાત્મામાં કરવું જોઈએ. પોતાના શરીરને એ જેવી દષ્ટિથી જુએ છે તેવી જ દષ્ટિથી તમારે એમના શરીરને જવું જોઈએ. શરીર એમનું સાચું
સ્વરૂપ નથી.” | મારા વિચારોની પરંપરામાંથી મને જાણે કેઈક કહેવા માંડયું કે મહર્ષિ મારી માગણીને હકારાત્મક ભાષામાં સીધેસીધી મંજૂર કરવા તૈયાર નહિ થાય, અને એને ઉત્તર મારે કોઈ બીજી રીતે