________________
એક અદ્ભુત મુલાકાત
૪ર૯ મુખાકૃતિઓ, વિક્ષિપ્ત લાગણીવશ પૂર્વની અને શાંત સુદઢ પશ્ચિમની મરાઠી મુખાકૃતિઓ મિત્રતાભરી, મૂર્ખ, ડહાપણવાળી, નુકસાનકારક, દુષ્ટ અને ગહન મુખાકૃતિઓ.
એ સરઘસાકારે દેખાતી મુખાકૃતિઓમાંથી એક મુખાકૃતિ જુદી પડી ને મારી આગળ દઢતાપૂર્વક ઊભી રહી. એની આંખ મારી આંખમાં શાંતિથી તાકવા લાગી. એ શાંત, અલૌકિક ચહેરે દક્ષિણમાં અરુણાચલના પર્વત પર જીવન પસાર કરી ચૂકેલા સંત શ્રી રમણ મહર્ષિને હતો. હું એમને કદી પણ ભૂલી ગયો નહોતો. ખરું કહું ત, મહર્ષિને ભાવભર્યો વિચાર થોડાક વખત માટે પણ, અવારનવાર ઉત્પન્ન થયા કરતો, પરંતુ મારા અનુભવો એટલા બધા ઝડપી ગતિએ થઈ રહ્યા હતા, પ્રસંગે અને મનુષ્યોને સંસર્ગ એટલો બધો ત્વરિત હતો, અને મારી શોધ દરમિયાન એવા આકસ્મિક ફેરફાર થયા. કરતા કે એ બધાને લીધે એમની સાથેના ટૂંકા સંસર્ગ દરમિયાન મારા પર પડેલી અસરો ઢંકાઈ ગઈ હતી.
છતાં હવે મને સમજાયું કે મારા જીવનમાંથી એ, અંધારા આકાશમાંથી પોતાને એકાકી પ્રકાશ લઈને પસાર થતા અને વિલીન બનતા તારાની પેઠે પસાર થયા છે, મારી અંદરના પ્રશ્નકર્તાના પ્રશ્નના ઉત્તરરૂપે મારે કબૂલ કરવું પડયું કે પૂર્વ કે પશ્ચિમમાં ગમે ત્યાં મને આજ સુધી મળેલા કોઈ પણ માણસ કરતાં એમણે મારા પર વધારે પ્રભાવ પાડ્યો છે. પરંતુ એ અત્યંત અલગ લાગેલા, અંગ્રેજી મનાવૃત્તિની પહાંચથી પર જણાયેલા, અને હું એમને શિષ્ય થય કે ન થયો એ હકીકત પ્રત્યે તદ્દન બેપરવા રહેલા.
એ શાંત અવાજે હવે મને જોરથી ઘેરી લીધે.
“એ બેપરવા હતા એવું તમે ચેકકસપણે કેવી રીતે કહી શકે ? તમે લાંબે વખત રહેવાને બદલે ઉતાવળ કરીને ચાલી નીકળેલા.”
ખરું છે.” મેં મંદ સ્વરે કબૂલ કર્યું: “મારે મારા પિતાના હાથે લાદેલા કાર્યક્રમ પ્રમાણે ચાલવાનું હતું. મારાથી બીજું શું થાત ?'