________________
૪૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“હવે તમે એક કામ કરી શકે છે. એમની પાસે પાછા જાઓ.” “એમની પાસે જવાનું મારી જાતને દબાણ કેવી રીતે કરું ?”
તમારી વ્યક્તિગત લાગણીઓ કરતાં આ શોધની સફળતાનું મહત્ત્વ વધારે છે. મહર્ષિ પાસે પાછા જાઓ.”
એ ભારતના બીજા છેડા પર છે અને હું એટલો બધો બીમાર છું કે મારા પર્યટનને પ્રારંભ ફરીથી કરી શકું તેમ નથી.”
એથી શું થયું ? ગુરુની ઈચ્છા હોય તો તમારે તેની કિંમત ચૂકવવી જોઈએ.
“મારે અત્યારે ગુરુની જરૂર છે કે કેમ એની મને શંકા છે. કેમ કે હું એટલો બધો થાકેલો છું કે કેઈ વસ્તુની ઈચ્છા મને થતી જ નથી. ગમે તેમ, મેં સ્ટીમરની જગા નોંધાવી છે એટલે ત્રણ દિવસમાં મારે સફર કરવી જ જોઈએ. કાર્યક્રમ બદલવાનું ઘણું મોડું થઈ ગયું છે.”
અવાજે મારો તિરસ્કાર કરતાં ને મારી હાંસી ઉડાવતાં કહેવા માંડયું :
ઘણું મોડું ? વાહ! તમારી મૂલ્યાંકન કરનારી બુદ્ધિને શું થયું? એ બુદ્ધિ ક્યાં ગઈ? તમે કબૂલ કરે છે કે મહર્ષિ તમને આજ સુધી મળેલા સૌથી વધારે અલૌકિક પુરુષ છે. તો પણ તેમને જાણવાને પૂરે પ્રયત્ન કરતા પહેલાં જ તમે તેમની પાસેથી દૂર નાસી જવા માગે છે. એમની પાસે પહોંચી જાઓ.”
મેં મારી ઉદાસીનતા તથા હઠ પકડી રાખી. મગજમાંથી ઉત્તર મળવા માંડ્યો કે “હા”, પરંતુ લેહી “ના” કહેવા લાગ્યું.
અવાજે મને ફરી આગ્રહ કર્યો :
તમારી યોજનાઓને ફરી બદલી નાખે. તમારે મહર્ષિ પાસે પાછા જવું જ પડશે.”
એટલામાં તો મારા અંતરના ઊંડાણમાંથી કઇંક ઊછળી આવ્યું અને એ ગૂઢ અવર્ણનીય અવાજના આદેશને તરત જ માંન્યા રાખવાની માગણી કરવા લાગ્યું. એણે મારા પર અધિકાર જમાવી દીધો અને મારા તયુક્ત વિરોધોને તેમ જ મારી કાયાના વાંધાઓને