________________
૪૨૮ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં વિસ્કૃતિના સાગરમાં પૂર્વના દેશની મારી શોધની ભાવનાને ઉછાળીને ફેકી દઈશ. મારી કલ્પના મુજબના મહામાનવની શેધ માટે આપ પડતો વખતન, વિચારને, શક્તિને ને ધનને ભોગ હવે વધારે વખત નહિ આપુ.
પરંતુ પેલે અટલ માનસિક અવાજ મને ફરી પરેશાન કરવા માંડયો.
“મૂર્ખ !” એણે મારા પર ધિકકારપૂર્વક પ્રહાર કરતાં કહેવા માંડયું: “વરસોની શોધખોળ અને આકાંક્ષાનું પરિણામ આવી રીતે શૂન્યમાં જ આવવાનું છે ? તમે બીજા મનુષ્યોના પંથે જ પ્રયાણ કરશે, જે શીખ્યા છે તે બધું જ ભૂલી જશે, અને તમારી ઉત્તમ લાગણીઓને મિથ્યાભિમાન ને વિષયવાસનાના વેગમાં વહાવી દેશે ? પરંતુ ધ્યાન રાખે ! જીવનની તમારી ઉમેદવારી દરમિયાન તમને ભયંકર પુરુષોનો મેળાપ થયે છે : અનંત વિચારધારાએ આત્માની ઉપરના આવરણને ગાઢ કર્યું છે : સતત પ્રવૃત્તિઓ તમને પોતાની ચાબુકથી ફટકાર્યા છે : અને આ ધ્યામિક એકલતાએ તમારા આત્માને બીજાથી જુદો પાડી દીધો છે; જીવનની ઉમેદવારીના એ કરારનાં પરિણામે માંથી તમે છૂટી શકે તેમ છો? બિલકુલ નહિ, કારણકે એણે તમારા પગને અદષ્ટ સાંકળથી બાંધી દીધા છે !”
મારી અંદર જુદાજુદા ભાવ પેદા થવા માંડ્યા. એ ભાવોને અનુભવ કરતાં હું આકાશમાં છવાયેલા વિશાળ તારામંડળ તરફ તાકી રહ્યો. મને મળેલી નિષ્ફળતાને લીધે હું તદ્દન અસહાય બની ગયો છું એવી વકીલાત કરતાં, એ નિર્દય માનસિક અવાજની સામે મેં મારી જાતના બચાવને પ્રયાસ કરવા માંડ્યો.
અવાજે ઉત્તર આપ્યો:
તમે ભારતમાં જે માણસોને મળ્યા તેમનામાંથી તમે જેને શોધી રહ્યા છે તે કઈ જ ગુરુ નથી થઈ શકે તેમ, તેની તમને ખાતરી છે ?”
મારા મનની આંખ આગળથી મુખાકૃતિઓની લાંબી પરંપરા પસાર થઈ. તેજ મિજાજની ઉત્તરની મુખાકૃતિઓ, સંતોષી દક્ષિણની