________________
એક અદ્ભુત મુલાકાત
૪૨૫
મુંબઈમાં નીરસ દેખાતાં ગંદાં ઘરે, મેલી દુકાનો, સુરોભિત સુંદર ભવના અને સુસજ્જ દેખાતા ઍક્િસબ્લોકાને ગમગીન નજરે જોતાજોતા મારા દુઃખદ ચિંતનને ચાલુ રાખવા હું મારી હૉટેલના ખંડમાં પાછા ફર્યા.
સાંજ પડી ગઈ. હોટેલના નેકરે ટેબલ પર સ્વાદિષ્ટ કઢી મૂકી, પરંતુ મને ભાજન કરવાનું મન ન થયું. મેં બરફવાળાં બેત્રણ ઠંડાં પીણાં પીધાં, અને પછી હું ટૅસી કરીને શહેરમાં ચાલી નીકળ્યા. ટૅક્સીમાંથી બહાર નીકળીને મેં રસ્તા પર ધીમે પગલે ચાલવા માંડયું. આખરે ભારતનાં શહેરને મળેલી પશ્ચિમની ભેટ જેવા એક મેટા, ભપકાદાર સિનેમાથિયેટર આગળ આવીને ઊભે રહ્યો. એના ઝગઝગાટ કરતા પ્રવેશદ્વાર પાસે થાડી વાર ઊભા રહીને મેં એનાં દૈદીપ્યમાન રંગીન પાસ્ટા જોવા માંડયાં.
હું સિનેમાના સદાને શેાખીન હેાવાથી, એ રાતે એ પાસ્ટોએ મારી આંખને આનંદ આપ્યા. દુનિયાભરના કાઈ પણ શહેરના સિનેમામાં, રૂપિયા અથવા એના ખરાબરના મૂલ્યના બદલામાં હું એક ગાલીચાવાળી સુવાળી બેઠક મેળવી શકું તેમ હતા. એટલે મને કદી પણ એકલવાયું લાગશે એવું માનવાનું કારણ નહેાતું.
મેં થિયેટરમાં મારી બેઠક લીધી, અને અમેરિકન જીવનના અનિવાર્ય અશાનાં તૈયાર કરેલાં દશ્યાને સફેદ પડદા પર છાયારૂપ પડતાં જોવાનું શરૂ કર્યું.. પડદા પર આલીશાન ઇમારતના એરડાએમાં ફરતાં મૂર્ખ પત્ની અને અવિશ્વાસુ પતિ ફરી પાછાં દૃષ્ટિગાચર થયાં. એમના પર મારુ ધ્યાન કેન્દ્રિત કરવાનો મે' પ્રયાસ કર્યા, છતાં મારું મન વધારે ને વધારે કટાળતું ગયું. મારા આશ્ચર્યની વચ્ચે મને માલૂમ પડ્યું કે સિનેમા જોવાને જૂના ઉત્સાહ મને અચાનક છેડી ગયા છે. મનુષ્યની લાગણીઓની, કરુણતાની ને હાસ્યરસની વાતા મને નવાઈ ભરેલી લાગે છે તેાપણુ, મારા અંતરને ઉદાસ નથી કરી શકતી અથવા મારા હૈયાને હસાવીય નથી શકતી,