________________
૪૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એવા ગુરુ મને નહોતા મળ્યા. ઉત્સાહી શિષ્યાએ પેાતપેાતાના ગુરુના વાડામાં મને ખેચી જવા માટે વ્ય પરિશ્રમ કરી જોયેલે. પરંતુ મને લાગ્યુ કે જેવી રીતે કાઈ યુવાન એના યૌવનસહજ શરૂઆતના સાહસથી પ્રેરાઈને પ્રેમનું છેવટનુ પગલું ભરી બેસે છે તેવી રીતે, એમને થયેલા આરંભના અનુભવેાથી એ બધા એટલા બધા લાગણીવશ બતી ગયા છે કે એથી આગળ કાંઈક છે કે કેમ તેની તપાસ કરવાના એમને વિચાર પણ નથી થયેા. વધુમાં, ખીજા માણુસના સિદ્ધાંતાના સંગ્રહસ્થાન કે ભંડાર બનવાની ઇચ્છા મને નહેાતી. હું એક જીવંત, સીધા, વ્યક્તિગત અનુભવની, અથવા કાઈ ખીજાના નહિ, પરંતુ સંપૂર્ણપણે મારા પેાતાના જ આત્મિક પ્રકાશની શેાધમાં હતા.
પરંતુ આખરે તે! હું મારી મહત્ત્વાકાંક્ષાઓને! ત્યાગ કરીને પૂર્વના દેશમાં પરિભ્રમણ કરતા એક નમ્ર અને બેજવાબદાર લેખક હતા. એવા મહાપુરુષના મેળાપની આશા હું કેવી રીતેરાખી શકું ? અને એને લાધે જ મારા હૃદયને હતાશાએ ઘેરી લીધું.
મારામાં ઊઠવાખેસવાની શક્તિ આવી ત્યારે મારી બાજુમાં રહેતા લશ્કરના કૅપ્ટન સાથે હું હૉટેલના ટેબલ પર બેઠા. એમણે બીમાર પત્નીની, એના માંગતિએ સાા થવાની, રજાને કાક્રમ રદ કર્યાંની, અને એવી બીજી હકીકતાવાળી લાંબી કથા કહી બતાવી. વાત પૂરી થયા પછી અમે બહારની ઓસરીમાં આવ્યા ત્યારે મોઢામાં લાંબી ચીટ રાખીને એમણે ગણગણાટ કર્યો : • જીવન—કાઈ રમત ? ’
· હા—કાઈક !' મેં સક્ષેપમાં સંમતિ આપી.
અર્ધા કલાક બાદ હું હોબી રાડ પર દોડતી ટૅક્સીમાં હતા. અમે ઊંચી, ચાક જેવા બહારના ભાગના દેખાવવાળી, શિપિંગ કંપનીની ઑફિસેાની બહાર ટૅસી ઊભી રાખી. મે મારી ટિકિટની રકમ ચૂકવી દીધી. એ વખતે મને લાગ્યું કે ભારતને છેડવાના આકસ્મિક નિર્ણય કરવા સિવાય મારી પાસે બીજો કાઈ વિકલ્પ જ નથી.