________________
એક અદ્દભુત મુલાકાતે
૪૨૩.
મારી આંખ ભારે થઈ ગઈ. એ આખાય દેશના પ્રવાસ દરમિયાન અતિશય નિર્દય રીતે મારી પાછળ પડેલા એ અનિદ્રાના ભૂતને પીછો છોડાવવામાં મહિનાઓ સુધી મને સફળતા નહોતી મળી અને જેમના સમાગમમાં મારે આવવાનું થયેલું તે ચિત્રવિચિત્ર મનુષ્યો સાથે ભારે સાવધાનીથી વર્તવાની આવશ્યકતાએ મારા જ્ઞાનતંતુઓને એકદમ ખરાબ કરી દીધા હતા. ભારતના સાગરતટની વચ્ચેના ગુપ્ત અપરિચિત પ્રદેશમાં પ્રવાસ કરતી વખતે મનની સંભાળપૂર્વકની સ્વસ્થતા સાચવી રાખવાની તથા ટીકાત્મક બનવાની સાથેસાથે જે શુભ અને આદર્શ લાગે એને અપનાવવાની વૃત્તિ રાખવાની પણ આવશ્યકતા હતી. એને લીધે મારે ઘણે લાંબા અને ભારે પરિશ્રમ કરવો પડ્યો. સાચા સંતે તથા પિતાની અહંકારયુક્ત કલ્પનાઓને દૈવી જ્ઞાનમાં ખપાવવાની ભૂલ કરનારા મૂર્ખ વચ્ચેથી ધર્મપરાયણ આદર્શ યોગીઓ અને ફક્ત ચમત્કારે કરનારા ધૂર્તો વચ્ચેથી, જાદુઈ પ્રયોગ કરનારા દંભી સાધુઓ અને યોગમાર્ગના સાચા સાધકે વચ્ચેથી, મારે માર્ગ કેવી રીતે કરવો તે મારે શીખવાનું હતું. વળી મારા સંશોધનને મારે ઓછામાં ઓછા વખતમાં સિદ્ધ કે સંપૂર્ણ કરવાનાં હતાં. કારણકે એક જ શાધની પાછળ મારા જીવનનાં અનેક વરસે વિતાવવાનું મને પરવડી શકે તેમ નહોતું.
મારી શારીરિક અને માનસિક દશા ખરાબ હતી તે પણ, મારી આધ્યાત્મિક અવસ્થા થેડીક વધારે સારી હતી. મને નિષ્ફળતાની લાગણીઓ નિરાશ કર્યો. મને નોંધપાત્ર સિદ્ધિની પ્રાપ્તિ કરી ચૂકેલા અને સરસ ચારિત્ર્યવાળા તેમ જ બીજા કેટલાક આશ્ચર્યચકિત કરનારા પ્રયોગ કરનારા માણસોને મેળાપ થયો હતો, એ સાચું, પરંતુ કોઈને મળીને મારા અંતરાત્માને એવી પ્રત્યક્ષ પ્રતીતિ નહતી થઈ કે જેમની શેધમાં હું નીકળે છું એ આધ્યાત્મિક મહામાનવ આ છે. મારી બુદ્ધિવાદી પ્રકૃતિને પ્રભાવિત કરે અને જેમની સાથે હું શિષ્ય તરીકેના સંબંધથી રાજીખુશીથી જોડાઈ શકે