________________
કરી
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સળગતી હતી. ઊંઘ મારાથી દૂર જતી રહી. કારણકે એક બાજુ મારા મનમાં બંગાળના રહસ્યમય યોગીના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા તો બીજી બાજુ શિયાળોના ભયંકર પિોકારો અને રખડતા ભસતા કૂતરાના ખાસ પ્રકારના દીર્ધ અવાજ સંભળાવા માંડ્યા.
ચંડીદાસની સલાહને મેં શબ્દશઃ માન્ય ન રાખી તે પણ, મારી મોટરના મુખને મેં મુંબઈ તરફ ફેરવ્યું તો ખરું જ અને એ શહેર તરફ ધીમેધીમે પાછા જવા માંડયું. જ્યારે ત્યાં પહોંચીને એક હોટેલમાં રહેવામાં હું સફળ થયે ત્યારે મને માંદા પડવામાં પણ સફળતા મળી.
ચાર દીવાલના પિંજરમાં પુરાઈને, મનથી થાકીને તથા શરીરથી બીમાર બનીને, હું પહેલી જ વાર નિરાશાવાદી દષ્ટિકાણને ભેગ બનવા માંડ્યો. મને એવું લાગવા માંડયું કે હું ભારતમાં પૂરત અનુભવ કરી ચૂક્યો છું. આ દેશમાં મેં હજારો માઈલેની મુસાફરી કરી છે અને એ પણ અવારનવાર ઉપસ્થિત થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુરાપાન, ભજન, નૃત્ય, બ્રિજ, હિસકી અને સેવાને લીધે આકર્ષક અને નમૂનેદાર દેખાતા અંગ્રેજોના લત્તામાં હું જેની શોધ કરતા હતા તે ભારતનું દર્શન મને ન થયું. શહેરમાં ભારતીય લત્તાઓમાં જ્યારે પણ મને સારી રીતે રહેવાને અવસર મળ્યો ત્યારે એને લીધે મને મારી શધમાં મદદ મળી, પરંતુ એણે મારી તંદુરસ્તીને ન સુધારી, જ્યારે જંગલનાં ગામડાંઓ અને ઉપરના પ્રદેશને નિવાસ પ્રતિકૂળ ખોરાક તથા ખરાબ પાણી તેમ જ અસ્થિર જીવન અને ગરમીને લીધે ઉત્પન્ન થયેલી અનિદ્રાને લીધે નુકસાનકારક સાબિત થયા. મારું શરીર હવે પીડાની પથારી પર પડેલા કંટાળાભરેલા બેજા જેવું બની ગયું.
મને વિચાર થવા માંડ્યો કે, હું સંપૂર્ણપણે ભાંગી પડતો કેટલાક વધારે વખત સુધી બચી શકીશ ? ઊઘના અભાવને લીધે