________________
એક અદ્ભુત મુલાકાત
૪૨૧
અમારી પાસે આવીને પૂછયું કે અમે એમની સાથે ભેજન કરીશું કે નહિ. મેં એમને ઉત્તર આપ્યો કે અમે મોટરમાં થોડીક ખાદ્યસામગ્રી લાવ્યા છીએ અને અમે એને રાંધવા મુખીને ઘેર જઈએ છીએ, કારણકે મુખીએ અમને રાતે રહેવા માટે એમના ઘરને એક એારડે આપવાનું વચન આપ્યું છે. પરંતુ ખેડૂતે જણાવ્યું કે અતિથિસત્કારની ભાવનાને યાદ કરીને જ પોતે ભોજનનું આમંત્રણ આપી રહ્યા છે. મેં કહ્યું કે મેં આજે સારી રીતે ખાધું હોવાથી મને આગ્રહ ન કરશે. છતાં એ એમના આગ્રહમાં મકકમ રહ્યા એટલે એમને નિરાશ કરવાને બદલે મેં એમની માગણી મંજૂર રાખી.
મારે ત્યાં કોઈ મહેમાન આવે અને હું એમને ભોજન ન કરાવું એ મને સારું ન લાગે. થાળીમાં તળેલા પદાર્થ પીરસતાં એમણે કહી બતાવ્યું.
બારી તરીકે કામ કરતા ખુલ્લા કાણામાંથી મેં નજર નાખી. એ કાણામાંથી સ્ફટિક જેવો સુંદર દેખાતે બીજને ચંદ્ર પોતાને ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. એ વખતે ગામડાના એવા સીધાસાદા, નિરક્ષર ખેડૂતોમાં અવારનવાર જોવા મળતા ઉત્તમ ચારિત્ર્ય અને માયાળુતાને હું વિચાર કરવા લાગ્યા. શહેરના લેકમાં વારંવાર દેખાતી ચારિત્ર્યની અધોગતિ કોલેજના શિક્ષણ કે કઈ પ્રકારની ધંધાકીય સૂક્ષ્મ સમજશક્તિથી પણ ભરપાઈ નહિ થઈ શકે.
મેં જ્યારે ચંડીદાસની અને એમના શિષ્યની વિદાય લીધી ત્યારે ખેડૂતે છાપરાના પાટડા પર લટકતું સસ્તું ફાનસ લઈને અમારી સાથે રસ્તા પર આવીને અમને રજા આપી. મેં એમને આભાર માન્યો, એટલે એમણે કપાળે હાથ લગાડીને મને સલામ કરી, મિત કર્યું, અને પછી એ ખુલ્લા બારણામાં ઊભા રહ્યા. અમે રાતના અમારા સૂવા માટેના સ્થાન તરફ ચાલી નીકળ્યા. હું મારા નોકરની પાછળ ચાલવા માંડ્યો. અમારા હાથમાં બેટરી
ભા. આ, ૨. ખે. ૨૭