________________
૪ર૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શરીરને ભયંકર બીમારીનો ભોગ બનવું પડશે. વ્યાધિગ્રસ્ત શરીરમાંથી બહાર નીકળવા માટે આત્મા ફાંફા મારશે, પરંતુ એના છુટકારાને સમય એ વખતે નહિ આવ્યો હોય. પ્રારબ્ધની ગુપ્ત યોજના વળી પાછી પ્રકટ થશે. એથી પ્રેરાઈને તમે ફરી આર્યાવર્તામાં આવશો. * એવી રીતે અમારી મુલાકાત તમે બધી મળીને ત્રણ વાર લેશી. અત્યારે પણ એક ઋષિ તમારી રાહ જોઈ રહ્યા છે, અને એમની સાથે તમે જૂના સંબંધના દરથી બંધાયેલા છે માટે, એમને માટે પણ, તમે અમારી સાથે રહેવા માટે પાછા આવશો.”
એમને સ્વર બંધ પડ્યો અને એમનાં પોપચાં સહેજ હાલી ઊઠયાં. પાછળથી મારી તરફ સ્થિર દૃષ્ટિએ જોઈ એમણે આગળ
કહ્યું :
તમે સાંભળી લીધું. એથી વિશેષ કશું જ નથી કહેવાનું.”
અમારી બાકીની વાતચીત આડીઅવળી તથા મહત્વ વિનાની હતી. ચંડીદાસે પિતાને લગતી વિશેષ ચર્ચાવિચારણામાં ઊતરવાની ના પાડી, એટલે એમના શબ્દો કેવી રીતે સ્વીકારવા તેના સંબંધમાં એમણે મને વિચાર કરતો છેડી દીધા. તે પણ મને એવું તો લાગ્યું જ કે એ શબ્દની પાછળ ઘણું રહસ્ય સમાયેલું છે.
એમના યુવાન શિષ્યની સાથેના ટૂંકા વાર્તાલાપ દરમિયાન એક પળ આનંદની આવી ગઈ. એ વખતે એણે મને નિખાલસપણે પ્રશ્ન કર્યો :
ઈંગ્લેંડના યોગીઓમાં તમને આવી વસ્તુઓ નથી દેખાતી ?” મેં સ્મિતને રોકવાનો પ્રયાસ કર્યો.
એ દેશમાં યોગીઓ છે જ નહિ. મેં ઉત્તર આપ્યો.
સાંજના એ આખાય વખત દરમિયાન બીજી પ્રત્યેક વ્યક્તિ શાંત અને નિઃશબ્દ બનીને બેઠી હતી, પરંતુ યોગીએ જ્યારે સૂચવ્યું કે મુલાકાત પૂરી થઈ ત્યારે ઝૂંપડીના ખેડૂત જેવા દેખાતા માલિકે
* [ કાળે એ ભવિષ્યકથનનો પૂર્વાર્ધ સાચો ઠરાવ્યો છે. ]