________________
४२६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખેલ અડધે પૂરે થયે ત્યારે પડદા પરની આકૃતિઓ પ્રાણહીન બનીને એકદમ અયથાર્થ બની ગઈ. મારું ધ્યાન એકદમ ઉપરછલ્લુ બનવા માંડયું, અને મારી રહસ્યમય શોધની આજુબાજુ મારા બધા જ વિચારે ફરી વળ્યા. મને એકાએક સમજાયું કે હું પરમાત્મા વગરનો પ્રવાસી થયે છું, અને મનને શાંતિ આપી શકે એવા સ્થાનની શોધમાં એક શહેરથી બીજા શહેરમાં ને એક ગામથી બીજા ગામમાં ભટકી રહ્યો છું, પરંતુ એવું એકે સ્થાન નથી મળતું. મારા પિતાના દેશ અને કાળના લોકે કરતાં જેનો વિચારપ્રવાહ વધારે ઊંડે અને આગળ હોય એવા આધ્યાત્મિક મહામાનવનાં લક્ષણોની ઝાંખી કરવાની આશાથી પ્રેરાઈને અનેક મનુષ્યની મુખાકૃતિ તરફ મેં કેવી રીતે મીટ માંડી ! અને મને સંતોષી શકે એવા રહસ્યમય ઉત્તરનો પડઘો પાડતી આંખની ઝાંખી કરવા માટે બીજા માણસોની કાળી ચળકતી આંખમાં પણ મેં કેવી રીતે જોયા કરેલું ?
મારા મગજમાં લાગણની એક પ્રકારની ખાસ કટોકટી ઊભી થઈ, અને મારી આજુબાજુનું વાતાવરણ અને વીજળીનાં શક્તિશાળી પરમાણુઓથી ભરાયેલું લાગવા માંડયું. મને જણાવ્યું કે મારી અંદર કાઈક અત્યંત નોંધપાત્ર, શક્તિશાળી માનસિક પરિવર્તન થવા માંડ્યું છે. એટલામાં તે મારું ધ્યાન એકાએક નીકળી પડેલા એક માનસિક અવાજ પ્રત્યે દોરાયું. એણે મને સાંભળવાની ફરજ પાડી. હું મંત્રમુગ્ધ બની ગયો. એણે મને તિરસ્કારપૂર્વક કહેવા માંડયું?
“જીવન પોતે પણ એક સિનેમાના ખેલ કરતાં વધારે કશું જ નથી. એ ખેલમાં પારણુથી માંડીને કબર સુધીના બનાવો પ્રકટ થતા જાય છે. વીતી ગયેલા પ્રસંગે હવે ક્યાં છે – તેમને તમે પકડી શકે છે? જે પ્રસંગે હજુ આવવાના છે તે કયાં છે – તેમને તમે સમજી શકે છે ? જે સત્ય છે, શાશ્વત છે, અને સનાતને છે, તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાને બદલે સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવતી દુનિયા કરતાંય વધારે છેતરનારી સંપૂર્ણપણે કાલ્પનિક