________________
એક અદભુત મુલાકાત
૪૧૭ મને યોગીઓના જીવનમાં અને વિચારોમાં રસ છે. તમે યોગી કેવી રીતે થયા તથા તમે શું જ્ઞાન મેળવ્યું તે મને કહી શકશે ?”
ચંડીદાસે એમની માહિતી મેળવવાના મારા પ્રયત્નને ઉત્તેજન ન આપ્યું.
ભૂતકાળ રાખના ઢગલા જેવો છે.” એમણે ઉત્તર આપ્યોઃ એ રાખમાં હાથ નાખીને મરી પરવારેલા અનુભવોને બહાર કાઢવાની માગણી ન કરશો. હું ભૂત કે ભવિષ્ય બંનેમાંથી કોઈ પણ કાળમાં નથી આવતો. માનવના આત્માના ઊંડાણમાં જઈને જોઈએ તે, એ વસ્તુઓ પડછાયા કરતાં વધારે યથાર્થ નથી લાગતી. મને શીખવા મળેલા જ્ઞાનમાં એને સમાવેશ પણ થઈ જાય છે.”
એ ઉત્તર જરાક અકળાવનારે હતો. એમના ધર્મગુરુ જેવા કડક વલણને લીધે મારી શાંતિમાં ભંગ પડ્યો.
પરંતુ કાળની દુનિયામાં રહેનારા આપણે તે એમનું ધ્યાન રાખવું જ જોઈએ.” મેં વિરોધ કર્યો.
કાળ?” એમણે પૂછયું : “એવી કઈ વસ્તુનું અસ્તિત્વ છે તેની તમને ખાતરી છે ?”
મને થયું કે અમારા વાર્તાલાપને પ્રવાહ વિચિત્ર રીતે વહી રહ્યો છે. એમના તરફથી એમના શિષ્ય જેનો દાવો કરતા હતા તે આશ્ચર્યકારક શક્તિ શું એ ખરેખર ધરાવતા હશે ? મેં મોટે સ્વરે કહ્યું :
જે કાળનું અસ્તિત્વ હેત જ નહિ તો ભૂત અને ભવિષ્ય બંને અત્યારે એકી સાથે જ રહેતા હતા. પરંતુ અનુભવ તો એથી ઊલટી જ હકીકત કહી બતાવે છે.”
“એમ? તમારા કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારો અનુભવ અથવા આખી દુનિયાને અનુભવ, એવું કહી બતાવે છે ?”
“જરૂર. તમે એવું તે નથી જ સૂચવતા કે તમે એ સંબંધમાં કઈ જુદે અનુભવ ધરાવે છે!”
તમારી વાત સાચી છે. એમણે વિચિત્ર ઉત્તર આપ્યો,