________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એટલે શું મારે એમ માનવું કે તમે ભવિષ્ય જોઈ શકે છે ?'
હું અનંતતામાં વાસ કરું છું.” ચંડીદાસે ઉત્તરમાં કહેવા માંડયું: “ભવિષ્યનાં વરસમાં મારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તેને જાણવાને પ્રયાસ હું કદી નથી કરતો.”
પરંતુ બીજાને માટે તમે એ પ્રયાસ કરી શકે ખરા ?” મારી મરજી હોય તો કરી શકું.' મેં એ વિષયની ચોખવટ કરી લેવાનો નિશ્ચય કર્યો.
“તો પછી ભવિષ્યમાં બનનારી ઘટનાઓને ચિતાર તમે બીજાની આગળ રજૂ કરી શકે ખરા ?”
કરી શકું, પરંતુ ફક્ત આંશિક રૂપે. મનુષ્યોનાં જીવન એટલી સરળતાથી નથી ચાલતાં કે એમને માટેની પ્રત્યેક વિગત પહેલેથી નક્કી કરી રાખી હોય.”
પછી તમે જેટલે જાણી શકે તેટલે મારા ભવિષ્યને ભાગ તમે મારી પાસે પ્રકટ કરી શકશે ખરા ?”
એ બધું જાણવાની ઈચ્છા તમને શા માટે થઈ રહી છે ?” હું અચકાયો.
“ઈશ્વરે જે થવાનું છે તેના પર પડદે નાખે છે તે કાંઈ યોગ્ય કારણ વગર નથી નાખ્યો.” એમણે લગભગ કડકાઈથી કહેવાનું ચાલુ રાખ્યું.
હું શું કહી શકું ? એટલામાં મને પ્રેરણા થઈ.
મારા મનને ગંભીર સમસ્યાઓ સતાવી રહી છે. એમના ઉકેલ માટે કાંઈક પ્રકાશ મેળવવાની આશા સાથે હું તમારા દેશમાં આવ્યો છું. તમે જે કહેશો તેમાંથી મને કદાચ પથપ્રદર્શન મળી રહેશે, અથવા એને પરિણામે કદાચ હું જાણી શકીશ કે મારે આવવાનું પ્રયોજન નિષ્ફળ છે કે સફળ.” - મીએ પિતાની કાળી ચળકતી આંખ મારી તરફ ફેરવી. એ પછી પાછી શાંતિ છવાઈ ગઈ. એ યોગીપુરુષની ભવ્યતાએ મને ફરી એક વાર પ્રભાવિત કર્યો. એ પગને વાળીને પદ્માસનમાં બેઠા ત્યારે