________________
૪૧૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ગૂંચળાં એમની ગરદન પર લટકતાં. એમનુ મેહું જ્યારે જોઈએ ત્યારે સ્મિત વગરનું અને ગંભીર દેખાતું. પરન્તુ અમારી પ્રથમ મુલાકાત વખતે જેણે મને સૌથી વધારે મુગ્ધ કરેલા અને અત્યારે જે મને નવેસરથી પ્રભાવિત કરી રહી તે તે એમની કાલસા જેવી કાળી આંખની અસાધારણ ચમક, એમની અનેરી તેજસ્વિતા હતી. મને લાગ્યુ કે એ અલૌકિક આંખ મારી આગળ લાંબા વખત સુધી તરવરતી રહેશે.
* તમે ઘણી લાંબી મુસાફરી કરી છે? ' એમણે શાંતિથી પ્રશ્ન કર્યાં.
મે હા કહી.
'
તમે માસ્ટર મહાશય વિશે શું માને છે ? ’ એમણે એકાએક પૂછી નાખ્યું.
મને નવાઈ લાગી. હું એમના જન્મસ્થાન બંગાળમાં જઈને કલકત્તામાં માસ્ટર મહાશયને મળી આવ્યા એની ખબર એમને શી રીતે પડી શકી ? મે એકાદ ક્ષણ સુધી એમની તરફ આશ્ચર્યચકિત થઈને જોયા કર્યું અને પછી એમને પ્રશ્ન યાદ કરીને કહ્યુઃ • એ પુરુષે મારા હર્દીને જીતી લીધું છે. પરન્તુ એમને વિશે પૂછવાનું કારણ ? ’
મારા પ્રતિપ્રશ્નને એમણે લક્ષમાં ન લીધે. ચારેકાર મૂંઝવણુભરી શાંતિ છવાઈ રહી. વાતચીત આગળ ચલાવવાના આશયથી મે' કહ્યું ઃ
- કલકત્તાની ફી મુલાકાત લઉં ત્યારે એમને ફરીથી મળવાનુ હું વિચારી રહ્યો છું. એ તમને જાણે છે ? તમારા કુશળ સમાચાર એમને પહેાંચાડુ ?’
ચેાગીએ દૃઢતાથી માથું ધુણાવ્યું.
r
તમે મહાશયને ફરીથી કદી નહિ મળી શકેા. મૃત્યુના દેવતા યમ અત્યારે એમના આત્માને ખેાલાવી રહ્યા છે.’
ક્રી શાંતિ છવાઈ ગઈ. એ પછી મેં એમને કહ્યું :