________________
એક અદ્દભુત મુલાકાત
૪૧૫
સફળતા મેળવી. એ મને લઈને એક સાધારણ જેવા ઝૂંપડાના દ્વારા આગળ આવી પહોંચ્યા.
મેં નીચા છાપરાવાળા, ચોરસ ઓરડામાં પ્રવેશ કર્યો અને જમીન પર ચાલવા માંડયું. ઓરડામાં કોઈ જાતનું ફર્નિચર નહેતું દેખાતું. કઢંગા દેખાતા ચૂલાની આજુબાજુ થોડાક માટીના ઘડા પડેલા હતા. દીવાલમાં લગાડેલો એક વાંસનો ટુકડો કપડાં રાખવાના સાધન તરીકે વપરાતે હતો. એના પર કપડાં તથા જૂનાં વસ્ત્રોનાં ચીંથરાં પડેલાં હતાં. એક ખૂણામાં પિત્તળનો પાગીને પૂજે રાખેલે. મને થયું કે જૂના જમાનાના દીપકના ઝાંખા પ્રકાશમાં આ જગ્યા કેવી ખાલી લાગે છે. વધારે ગરીબ ખેડૂતને ઘરની સુખસગવડ એવી નીરસ હતી.
યોગીના શિષ્ય પોતાના ભાંગ્યાતૂટયા અંગ્રેજીમાં મારે સત્કાર કર્યો, પરંતુ એના ગુરુનું દર્શન ત્યાં ન થયું. એમને એક બીમાર માતાની પાસે આશીર્વાદ આપવા માટે લઈ જવામાં આવેલા. એમના પાછા આવવાની હું રાહ જોવા માંડ્યો.
લાંબે વખતે બહારના રસ્તા પર અવાજ થયા, અને ઘરના ઉંબરા આગળ એક ઊંચી આકૃતિનું દર્શન થયું. એમણે ગંભીરતાપૂર્વક ઓરડામાં પ્રવેશ કર્યો. મને જોઈને એમણે મારી હાજરીથી સંતોષ પામતા હોય એવો અભિનય કર્યો તથા થોડાક શબ્દો કહ્યા. મારા સેવકે એને અનુવાદ કરી બતાવ્યો.
અભિનંદન, સાહેબ ! દે તમારું રક્ષણ કરે !” મેં એમને બેસવા એમની આગળ સુતરાઉ શાલ ધરી, પરંતુ એને અસ્વીકાર કરીને એ પલાંઠી વાળીને જમીન પર બેસી ગયા. અમે એકમેકની સામે બેઠા, અને એ તકનો લાભ લઈને મેં એમને વધારે નજીકથી નિરીક્ષણ કરવા માંડયું. મારી સામે બેઠેલા એ પુરુષ આશરે પચાસ વરસની ઉંમરના હતા. છતાં એમની હડપચી પર ઊગેલી થોડી દાઢીને લીધે એ જરા મેટા દેખાતા. એમના વાળનાં