________________
૪૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે એલારામ વગાડવું એ સાંભળીને મારા ઘડિયાળને એ સૌ નિર્દોષ અને ભોળી નજરે જોઈ રહ્યાં.
કેઈ સ્ત્રીએ યોગીની પાસે આવીને એમને ખુલ્લી શેરીમાં પ્રણામ કર્યા. એમને ચરણસ્પર્શ કર્યો, અને પછી પોતાના હાથને કપાળે લગાડયા.
મારા હિંદુ નોકરે મુખીની સાથે પાછા આવીને મને સમાચાર આપ્યા કે ચા તૈયાર છે. એ એક કોલેજના ગ્રેજ્યુએટ હતા તો પણ સેવક, ડ્રાઈવર તથા દુભાષિયા તરીકે વર્તવામાં સંતોષ માનતા, કારણકે એ મારા પશ્ચિમી અનુભવનો લાભ ઉઠાવવા માગતા હતા અને કાયમ આશા રાખતા કે એક દિવસ હું એમને યુરોપ લઈ જઈશ. હું તેમની સાથે એક સાથી તરીકેનું, એમની સબુદ્ધિ અને એમના ચારિત્ર્યને છાજે તેવું વર્તન રાખતો.
થોડી વારમાં તો કેઈકે યોગી તથા એમના શિષ્યને રાજી કર્યા અને એમને એક ઝૂંપડીમાં આતિથ્ય માટે લઈ ગયા. શહેરના પિતાના ભાઈઓની સરખામણીમાં આવા ગ્રામવાસી લેકે વધારે માયાળુ લાગ્યા એમાં શંકા નહિ.
અમે મુખીના ઘર તરફ ચાલવા માંડ્યા ત્યારે નારંગી રંગને સૂર્ય પોતાના જીવનને છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતો. એને લીધે દૂરની ટેકરીઓની પાછળના પશ્ચિમ દિશાના આકાશને હું લાલ થતું જોઈ શક્યો. એક સરસ દેખાતા મકાન આગળ આવીને અમે રોકાયા. એની અંદર જઈને મેં મુખીને આભાર માન્ય.
તમારો સત્કાર કરવાનું મને જે માન મળ્યું છે તેને લીધે મને અતિશય આનંદ થઈ રહ્યો છે. એમણે સીધીસાદી ભાષામાં ઉત્તર આપ્યો.
ચા પીધા પછી અમે થોડી વાર વિશ્રામ કર્યો. ખેતરમાં સ્વલ્પજીવી સાંજના ઓળા ઊતરી પડ્યા અને રાતને માટે ગામમાં પાછાં લવાતાં ઢોરના અવાજ સંભળાવા લાગ્યા. થોડી વાર પછી મારા સેવકે યેગી પાસે જઈને મારે માટે રસ્તે તૈયાર કરવામાં