________________
એક અદ્દભુત મુલાકાતે
૪૧૩
જોવા મળે. ગામના કૂવા પાસે ઊભા રહીને અમે તાજગી આપનારું છતાં શંકાસ્પદ રંગીન પીણું પીવા માંડ્યા ત્યારે સાંજને વખત શરૂ થવા આવ્યો. ગામની એક છૂટીછવાઈ શેરીમાં આવેલાં ચાળીસ કે પચાસ ઝૂંપડાં અને નાનાં ઘર, એમનાં અવ્યવસ્થિત ઘાસનાં છાપરાં, માટીની નીચી કઢંગી દીવાલે અને વાંસની કાચી વળીઓ તથા થાંભલીઓ, એમના મલિન દેખાવને લીધે મારામાં થોડીક નિરાશા જગવી ગઈ. થોડા ગ્રામવાસીઓ એમનાં અનાકર્ષક નિવાસસ્થાનની આગળ છાયામાં બેઠા હતા. અડધી ઢંકાયેલી છાતીવાળી એક ઘરડી, ગમગીન સ્ત્રી કૂવા પાસે આવી પહોંચી, અમારી તરફ તાકવા માંડી, અને એના પિત્તળના ઘડામાં પાણી ભરીને ઘર તરફ ચાલી નીકળી.
મારા હિંદુ સાથીએ ચા બનાવવાની સામગ્રી એકઠી કરી અને ગામના મુખીના ઘરની શોધ કરવાની શરૂઆત કરી. મેગી અને એમના વફાદાર સેવક કે શિષ્ય ધૂળ પર બેસીને આરામ કરવા માંડયા. યોગી અંગ્રેજી નહાતા જાણતા અને મેં મેટરમાં જાણી લીધેલું કે એમના શિષ્યને એ ભાષાનું તદ્દન ઓછું ઉપલક જ્ઞાન હતું. એ જ્ઞાન યોગ્ય રીતે વાર્તાલાપ કરવા ભાગ્યે જ કામ લાગે તેવું હતું. થોડાક પ્રયત્ન કર્યા પછી મને લાગ્યું કે સાંજના યોગીની મુલાકાત લેવાનું વધારે ફાયદાકારક થઈ પડશે. મુલાકાત લેવાનો મેં નિશ્ચય કર્યો. મારા હિંદુ સાથીની દુભાષિયા તરીકેની સેવાને એ વખતે મને લાભ મળે એમ હતે.
એ દરમિયાન પુરુષો, સ્ત્રીઓ અને બાળકની નાનકડી મંડળી અમારી આજુબાજુ એકઠી થઈ ગઈ. દેશની અંદરના ભાગના એ લેકેને અંગ્રેજોના સંપર્કમાં આવવાનું ભાગ્યે જ બનતું. એમનામાંના કેટલાકની સાથે વાત કરવામાં મને અવારનવાર ઘણે આનંદ આવતે. તેનું કારણ એ પણ ખરું કે એવી વાતચીત દ્વારા જીવન પ્રત્યેને એમને નૈસર્ગિક અને નિર્દોષ દૃષ્ટિકોણ જાણવા મળતો. બાળકે શરૂઆતમાં શરમાળ લાગ્યાં. પરંતુ થોડાક પૈસા વહેંચીને એમનાં મનને મેં જીતી લીધાં. ડાયલને મૂકીને મેં એમના આનંદને