________________
૪૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખેડેલી બે વ્યકિત અમારી નજરે પડી. એક તા મધ્યમ વયના સાધુપુરુષ હતા. એ આછાં પાંદડાંવાળા ઝાડની હળવી છાયામાં લાકડાના સાધન પર હડપચી લગાડીને બેઠેલા અને કાઈક ઊંડા ચિંતનમાં ડૂબેલા દેખાતા હતા. બીજા એમના યુવાન સેવક–માટે ભાગે એમના શિષ્ય હતા. મેાટી ઉંમરના સાધુપુરુષના હાથ જોડેલા હતા, એમની આંખ ધ્યાનમાં અડધી મીંચેલી હતી, અને અમે પસાર થતા ત્યારે પણ એ સંપૂર્ણપણે નિશ્ચળ બનીને બેસી રહ્યા. અમારા પર એમણે એક દૃષ્ટિપાત પણ ન કર્યો, પરંતુ એમના યુવાન શિષ્ય અમારી મેાટર તરફ શુષ્કતાપૂર્વક તાકવા માંડચી. એ પુરુષના વદન પરની કાઈક વસ્તુએ મને આકર્ષ્યા, અને મેં થાડેક દૂર જઈને અટકી જવાને નિય કર્યાં. મારા હિંદુ સાથી એમની પૃછપરછ કરવા પાછા ગયા. મેં એમને એ બંનેની પાસે જરાક ગભરાતા હોય તેમ જતા જોયા કર્યા.
એ પાછા ફર્યા ત્યારે બીજી કેટલીય ક્ષુલ્લક વિગતાની સાથે એમણે મને જણાવ્યું કે એ બંને ખરેખર ગુરુશિષ્ય છે, મેટાનું નામ ચંડીદાસ છે, અને નાની ઉ ંમરના સાધુએ કરેલી પ્રશંસા પ્રમાણે, એ એક અત્યંત અસાધારણ શક્તિસંપન્ન યેાગી છે. લગભગ બે વરસ પહેલાં એમણે એમના દેશ બંગાળને છેડયો છે. ત્યારથી થાડુંક પગે ચાલીને નેથેડુંક ટ્રેનમાં એવી રીતે એમણે આજ સુધી કેટલુંય અંતર કાપી નાખ્યુ છે, અને એ એક ગામથી ખીજે ગામ ફર્યા કરે છે.
મે તેમને મેટરમાં બેસવાની પ્રાર્થના કરી. મેાટા સાધુએ મારા પર ા કરીને કૃપા કરતાં અને નાનાએ લાગણીપૂર્વક આભાર માનતાં એ પ્રાના સત્વર સ્વીકારી લીધી. એને પરિણામે, અડધા કલાક પછી, અમારી મેટરે પાસેના ગામમાં એક વિચિત્ર મિશ્રણવાળી મંડળી ઉતારી. એ ગામમાં અમે રાતે રાકાવાના નિર્ણય કર્યો.
રસ્તામાં ખીજો કોઈ પણ માણસ ન દેખાયા. ફક્ત ગામની પાસે પહોંચ્યા ત્યાં દૂબળી ગાયાનું નાનકડુ ટાળુ ચારતા છેકરો