________________
૧૫
એક અદ્ભુત મુલાકાત
પશ્ચિમ ભારતમાં મેં બીજી વાર આરામપૂર્વક અને અનિશ્ચિત રીતે ફરવા માંડયું. રેલવેની ધૂળવાળી ટ્રેનોમાં ને બેઠક વગરની બેલગાડીઓમાં મુસાફરી કરીને કંટાળ્યા પછી, સાથીદાર, ડ્રાઈવર તેમ જ નેકરને ત્રિવિધ ભાગ ભજવનાર હિંદુ ભાઈની સાથે મેં એક જૂની છતાં મજબૂત ટુરિંગ કારમાં મારી આગળની સફર શરૂ કરી.
અમે જુદાં જુદાં કેટલાંય દશ્યો જોતા આગળ વધ્યા, અને એ દરમિયાન અમારાં ટાયર નીચેથી માઈલે ઝડપથી પસાર થતા રહ્યા. જંગલના ભાગોમાં રાત પડતી અને સમય પર કોઈ ગામમાં પહોંચવાનું અશક્ય થઈ પડતું ત્યારે ડ્રાઈવર મોટર રોકી દેતો અને સવાર પડે ત્યાં અમે અટકી જતા. આખી રાત દરમિયાન એ લાકડાં ને ડાળખાંની મદદથી અગ્નિને સળગેલો રાખ. એ ખાતરી આપતો કે અગ્નિની વાળાને લીધે જંગલી જનાવરે આપણી પાસે નહિ આવે. ચિત્તા તથા દીપડાઓ જંગલમાં રહેતા ખરા, પરંતુ સાધારણ અગ્નિને લીધે એમની અંદર એવો ભય ઉત્પન્ન થતો કે એ ખાસ્સા દૂર રહેતા. પરંતુ શિયાળોનું એવું નહોતું. ડુંગરોમાં કોઈ કોઈ વાર એમને વિલાપ અમને તદ્દન નજીકથી સંભળાયા કરતો. અને દિવસ દરમિયાન અમને પ્રસંગોપાત્ત એમના માળામાંથી નીકળીને પીળા આકાશમાં ઉપર ચડતાં ગીધ પક્ષીઓ મળતાં રહેતાં.
એક દિવસ બપોર પછી અમે ધૂળથી ઢંકાયેલા રસ્તા પરથી મોટરમાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તાની એક બાજુએ