________________
૪૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની બેજ માં
અનુયાયીઓ પોતાના પયગંબરના પ્રાકટયના સમાચાર ફેલાવવાનું કામ માથે ઉપાડી લે એથી વધારે કુદરતી બીજુ હોઈ શકે ? મહેરબાબાએ અખત્યાર કરેલી પદ્ધતિઓ ધર્મોના ઈતિહાસની પૂરેપૂરી માહિતીવાળા માનવોને અસર પહોંચાડવા માટે જરા પણ બંધબેસતી ન લાગી. એ બુદ્ધિને, અંતઃ પ્રેરણાને કે આધ્યાત્મિક રીતભાતને સંતોષી શકે તેમ નહોતી. એ આગળ તરી આવતા
સંત નાં ભાવિ કર્મો કેવો આકાર ધારણ કરશે એ બાબત મને ઘાણી ઊંડી શંકા પેદા થઈ. પરંતુ વર્તમાન લેખક કરતાં કાળ એ કમેન જગતના મનોરંજન માટે વધારે સારી રીતે પ્રકટ કરશે.
અને આ લાંબી વિચારણની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે, મને સમજાય છે કે મહેરબાબાની ઝડપી ગતિવાળી આંગળીઓ દ્વારા અનેક ઊંચા અને ઉત્તમ ઉપદેશ પૂરા પાડવામાં આવ્યા છે એને ઇનકાર મારે ન કરવું જોઈએ. પરંતુ પોતાની ધાર્મિક પ્રેરણાના ક્ષેત્રમાંથી એ નીચે ઊતરતા તથા પોતાની વ્યક્તિગત મહાનતા અને પિતાના અંગત ભાગ્યની વાત કરવા જેટલા હલકા બનતા, ત્યારે
એમની પાસેથી ઊડ્યા વિના ચાલતું નહિ. એ રીતે એ બીજાની નજરમાં નીચા પડતા.
[મહેરબાબા એ પછી તો પશ્ચિમનો પ્રવાસ કરી ચૂક્યા છે અને એમને પંથ પણ પશ્ચિમમાં શરૂ થયો છે. એ હજુ પણ કહે છે કે જ્યારે હું મારું મૌન એલીશ ત્યારે મોટી મોટી ચમત્કારિક વસ્તુઓ કરી બતાવીશ. એમણે કેટલીક વાર ઇગલેન્ડની મુલાકાત લીધી છે, ફેન્સ, પેન તથા ટકીંમાં અનુયાયીઓ ઊભા કર્યા છે, અને બે વાર ઈરાન જઈ આવ્યા છે. પુરુષો ને સ્ત્રીઓના કાફલા સાથે અને રિાની એમણે નાટકીય પ્રવાસ કર્યો છે. એ હોલીવુડ પહોંચ્યા ત્યારે એમનું બાદશાહી સ્વાગત કરવામાં આવ્યું. મેરી પીકફેડે એમની પોતાના ઘરમાં પરોણાગત કરી, તલ્લાહ બખેડ એમનામાં રસ લેતા થયા, અને હોલીવુડની મોટામાં મોટી હોટેલમાં એમની આગળ હજારેક અગ્રગણ્ય લોકો ભેગા થયા. અમેરિકામાં એમના પશ્ચિમના આશ્રમ અથવા કેન્દ્રની સ્થાપના કરવા માટે જમીનને મેટો વિસ્તાર મેળવવામાં આવ્યા.]