________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં ઈજિપ્તવાસી પિતાના ઘડિયાળ તરફ જોઈને ઊભા થયા અને બેલ્યા:
મારી પદ્ધતિઓ પર આનાથી વિશેષ પ્રકાશ નથી પાડી શકતો તે માટે દિલગીર છું. એમને શા માટે ગુપ્ત રાખવી જોઈએ એ કદાચ આટલી ચર્ચા પરથી સમજી શકશો. ઈશ્વરની ઈચ્છા હશે તે આપણે એક દિવસ ફરીથી મળીશું. સાહેબજી !'
નીચા નમતી વખતે એમણે કરેલા સ્મિતમાં એમના દાંત ચમકી ઊઠ્યા. મુલાકાત હવે પૂરી થઈ.
મુંબાઈની રાત. મોડેથી સૂવા માટે પથારીમાં પડવો, પરંતુ ઊંઘ ના આવી. ભારે હવા મને ગૂંગળાવવા લાગી. એમાં જાણે કે જરા પણ પ્રાણવાયુ ન હતો. એની ગરમી અસહ્ય હતી. છત પર લગાડેલા પંખાના જોરથી ફરતી ધાર ભાગ્યે જ થોડો આરામ પહોંચાડતી હતી. એની મદદથી મારી શ્રમિત આંખ મીંચાય તેમ ન હતી. શ્વાસ લેવામાં પણ જાણે કે મહેનત પડતી. એ હવા મારાં ફેફસાંને સ્પર્શવામાં તદ્દન નિષ્ફળ નીવડતી. મારું શરીર ઢીલું પડી ગયું, અને મારું પાટલૂન જાણે એ પરસેવાને ચૂસવા લાગ્યું. કંટાળેલા મગજને આરામ જ ના મળ્યો. એ રાતે અનિદ્રાના પ્રેતે મારા જીવનમાં પ્રવેશ કર્યો, અને ભારતની ભૂમિ પરની મારી મુસાફરીને છેલ્લા દિવસ સુધી એ મારી સાથે ફરતું રહ્યું. ગરમ પ્રદેશના હવાપાણીને અનુકૂળ થવાની આવશ્યક કિંમત મેં ચૂકવવા માંડી.
મારી પથારીની આજુબાજુ સફેદ ચાદર જેવી મચ્છરદાની લટકતી હતી. બહારની ઓસરીમાં પડતી મોટી બારીમાંથી ચાંદની પથરાઈ રહેતી અને ફીકી છત પર પડછાયા પાડતી.
મહમદ બે સાથેની સવારની ચર્ચાની તથા આગલે દિવસે ચર્ચાયેલા આશ્ચર્યકારક સિદ્ધાંતોની વિચારણ કરતાં કરતાં એમણે કરેલા ખુલાસા કરતાં કાઈ જુદો ખુલાસો મેળવવાનો પ્રયાસ મેં કરી જે, પરંતુ એ કાઈ ખુલાસો મને ના મળ્યો. એમણે કહ્યા