________________
ઇજિપ્તના જાદુગર
એમાંથી એક તે મારે પિતાને ભાઈ જ છે. કેટલાંક વરસ પહેલાં એનું મૃત્યુ થયું છે. છતાં પણ એક વાત યાદ રાખે કે હું કોઈ પ્રેતોને માટેનું માધ્યમ નથી, કારણ કે કોઈ પણ પ્રેત મારા શરીરમાં પ્રવેશ નથી કરતું કે કોઈ પણ રીતે મારા પર કાબુ નથી ધરાવી શકતું. મરજી મુજબના વિચારને મારા મનમાં પેદા કરીને, અથવા મારા મનની આંખ આગળ કઈ ચિત્ર કે દશ્ય રજૂ કરીને, મારા ભાઈ મને હર કોઈ વિષયની માહિતી આપે છે. કાલે તમે જે સવાલ લખ્યા તેની માહિતી મને એવી રીતે જ મળી શકેલી.
“અને જીન્સ ?”
મારા હાથ નીચે ત્રીસ જીન્સ કામ કરે છે. બાળકને તમે જેવી રીતે નાચતાં શીખવો છે તેવી રીતે. એમના પર પૂરેપૂરે કાબૂ મેળવ્યા પછી પણ, મારી આજ્ઞાનું પાલન કરવાની ખાસ તાલીમ મારે એમને આપવી પડેલી. દરેકનું નામ જાણ્યા વગર દરેકને બોલાવી કે કામે લગાડી ના શકાય, તેથી દરેકનું નામ મારે જાણવું પડે છે. પેલા યહૂદીએ મને જે જૂનાં જરૂરી પુસ્તક આપેલાં તેમણે મને કેટલાંક નામ જાણવામાં મદદ કરી છે.”
સિગારેટની પેટીને મારા તરફ ધકેલીને મહમદ બેએ ફરી ચાલુ કર્યું:
દરેક પ્રેતને મેં એક ચોક્કસ કામ સોંપી રાખ્યું છે. પ્રત્યેકને પૃથફ પૃથફ કામ કરવાની તાલીમ પૂરી પાડી છે, એ જોતાં, કાલે તમારા કાગળ પર જેમણે પેન્સિલથી લખાણ લખ્યું તે જીન્સ તમારા - પ્રશ્ન વિશે માહિતી મેળવવામાં કશી જ મદદ નહિ કરી શકે.'
એ પ્રેતેને સંપર્ક તમે કેવી રીતે સાધી શકે છે ?' મેં બીજો પ્રશ્ન પૂછો.
એમના પર મારા સંકલ્પને કેન્દ્રિત કરીને હું એમને મારી પાસે સહેલાઈથી બોલાવી શકું છું. પરંતુ વ્યવહારમાં તે જે પ્રેતની મારે જરૂર હોય તેનું નામ અરબી ભાષામાં લખી નાખું છું. એને લીધે એ પ્રેત મારી પાસે તરત જ આવી પહોંચે છે.”