________________
૪૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ત્યારે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું; પરંતુ હજુ પણ એ એટલું સ્પષ્ટ નહોતું કે એમને મનની સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ છે કે નહિ. એક માનવ તરીકે એ એમની સામાન્ય નિયમિત દશાએ પાછા ફર્યા હોય એવું મને ના લાગ્યું. કેટલાક માણસે ધર્મના આકસિમક વધારેપડતા પાલનથી, યોગની સમાધિથી અથવા ઊંડા આધ્યાત્મિક આનંદની અતિશયતાથી, કેટલીક દવાઓના આકસ્મિક વધારે પડતા પાનથી થાય છે તેમ, સ્થિરતા અથવા સમતોલપણું ખોઈ બેસાય. છે એવું માને છે. સંક્ષેપમાં કહું તો, મને લાગ્યું કે મહેરબાબા એમની ઉદાર મનેદશાના પહેલાંના નશામાંથી હજુ મુક્ત નથી થયા, અને એટલી નાની વયમાં એમની માનસિક શક્તિઓમાં જે ભયંકર અવ્યવસ્થા ઊભી થઈ એને પરિણામે પેદા થયેલું અસમતોલપણું, હજુ પણ હયાત છે. એમના વર્તનમાં દેખાતી વારંવારની વિચિત્રતાને ખુલાસે એ સિવાયની બીજી કોઈ પણ પૂર્વભૂમિકાદ્વારા ન મેળવી શકાયો. એક બાજુથી જોતાં એમનામાં પ્રેમ, નમ્રતા, ધાર્મિક અંત:પ્રેરણા, અને એવા બીજા યોગીના બધા જ ગુણોનું દર્શન થતું, પરંતુ બીજી બાજુથી જોતાં એમની અંદર મનની સંપૂર્ણ આત્મકેન્દ્રિત દશાની નિશાનીઓ જોવા મળતી. દરેક વસ્તુ એમના આત્માની આજુબાજુ ફરતી હોય એવું એમને દેખાતું. આકસ્મિક પરંતુ કામચલાઉ ભાવસમાધિની દશાઓને અનુભવ કરનારા ધાર્મિક ઉત્સાહવાળા પુરુષોમાં પણ એવી અવસ્થા જોવા મળે છે. એ દશામાંથી એ
જ્યારે બહાર આવે છે ત્યારે એવા ભાન સાથે બહાર આવે છે કે એમને કોઈક ભારે મહત્ત્વના અનુભવની પ્રાપ્તિ થઈ ચૂકી છે. એના પછીનું એમને માટેનું બીજું પગલું આધ્યાત્મિક મહાનતાના પ્રમાણુરહિત નિરર્થક દાવાઓ કરવાનું હોય છે, અને એટલા માટે એ નવા સંપ્રદાયો સ્થાપવાની કે એમના અધ્યક્ષપણા સાથેનાં વિચિત્ર મંડળે શરૂ કરવાની પ્રવૃત્તિમાં પડે છે. થોડાક ઉદ્ધત પુરુષોને માટે પછી છેવટનું એક જ પગલું ભરવાનું બાકી રહે છે અને તે પિતાની જાતને દેવતા ગણવાનું અથવા પોતે આખીય માનવજાતિની રક્ષા માટે નિમિત થયેલા પયગંબરે છે એવું સમજવાનું.