________________
પારસી પયગંબરના આશ્રમમાં
४०७
મેં જોયું કે ભારતમાં એવા માણસ છે જે યોગની સાધનાથી પ્રાપ્ત થતી ઉત્તમ અવસ્થાની આકાંક્ષા રાખે છે, પરંતુ સાધના અને શિસ્તના રૂપમાં માગવામાં આવતી કિંમત ચૂકવવાની ઈચ્છા નથી રાખતા. એથી એ લેકે અફીણ અને ભાંગનું સેવન કરે છે, અને એવી રીતે એ ઉત્તમોત્તમ અવસ્થાની રંગીલી નકલને હાથ કરે છે. એવા વ્યસન અથવા પીણાની લતમાં પડેલા માણસના વર્તનનું મેં નિરીક્ષણ કર્યું છે અને શોધી કાઢયું છે કે એમનામાં એક ગુણ (અથવા દુર્ગુણ) સામાન્ય હોય છે. એમના જીવનની નાનીમોટી મહત્વની વાતોને એ અત્યંત અતિશયોક્તિપૂર્વક રજૂ કરે છે, અને પોતે સાચું કહી રહ્યા છે એવી દઢ માન્યતા સાથે તમને તદ્દન ખોટી વાત કરતા રહે છે! એટલા માટે જ એ આત્મપ્રશંસાના વ્યાધિના ભોગ બને બને છે. એ બીજું કાંઈ જ નથી, પરંતુ પિતાની જાતની મહત્તાની વૃત્તિને સંપૂર્ણ બ્રાંતિના હદે પહોંચાડનાર અતિરેક છે.
માદક પીણાંની લતે ચડેલે માણસ સ્ત્રીને પોતાની તરફ બેકાળજીથી દષ્ટિપાત કરતી જુએ છે. એની સાથેના આખાય પ્રેમપ્રસંગને એ પોતાના મનમાં તરત જ વાગી લે છે. એની દુનિયા સમગ્ર રીતે એની પિતાની જ યશસ્વી જાતની આજુબાજુ ફર્યા કરે છે. પિતાની અદ્દભુત શક્તિઓ સંબંધમાં એ એવી વિચિત્ર વાત વહેતી મૂકે છે કે આપણે વિચાર કરતા થઈ જઈએ છીએ કે એની મનવૃત્તિ પર એને પૂરે કાબૂ છે કે નહિ. એનાં કર્મો પણ લાગણીના આકસ્મિક, ન સમજાવી શકાય તેવા, અગમ્ય, આવેગોને પરિણામે પ્રકટી ઊઠતાં હોય છે.
એવા કમનસીબ પુરુષોના જીવન અને ચારિત્ર્યમાં જોવા મળતાં કેટલાંક વિસંવાદી લક્ષણો એમની અવસ્થામાં કરાયેલા કૃત્રિમ ફેરફારના પરિણામરૂપ હોય છે. મન કેઈ પણ જાતના કારણ વગરની શકય પ્રવૃત્તિ ન કરે તે માટે આપણે એક ચેતવણીરૂપે આ હકીકત યાદ રાખવી જોઈએ તથા વધારે મોટા દાવાઓ કરનારા ધાર્મિક ભક્તોને અભ્યાસ કરે જોઈએ. નિષેનું એક વાકયે ટાંકીને કહી શકાય કે પારસી પયગંબર “માનવની કેટિના પૂરેપૂરા માનવ” છે.